________________
દુઃખ પુણ્યભવ સુખ
મૃત્યુ થાય છે. તેમ ભોગવાતા ભોગસુખ પણ ભાગકાળમાં સુદર હોય છે પણ પરિણામે સુદર હાતા નથી. શાસ્ત્રોમાં કિ પાકનાં ફળનું દૃષ્ટાંત ઠેક ઠેકાણે વાંચવામાં આવે છે. કારણ કે ભોગસુખનું પરિણામ સમજાવવા માટે અને સમજવા માટે કિ’પાંકના ફલનું દૃષ્ટાંત આબેહુબ ફીટ બેસે તેવું છે.
૩૧૯
ભાગસુખ (વિષયસુખ) પણ ઉપર ઉપરથી રમણીય હાય છે અને કિપાકનું ફલ પણ ઉપર ઉપરથી તેવું જ અતિ મનાહર હોય છે. કેરી અને કિપાક સામે પડયા હોય તે જોનારાની દૃષ્ટિમાં કિ’પાકની આગળ કેરી પણ કુચ્ચા લાગે છે, એટલી બધી કિ પાકની ખાહ્ય સુંદરતા હાય છે, અને ભાગ સુખ જેમ ભાગવવાના ટાઈમે ભેાગીનીતીવ્રઅજ્ઞાન દશાને લીધેઅપૂર્વ આનંદને આપનારા હાય છે તેમ કિ પાકના ફૂલ પણ ભક્ષણ કરવાના ટાઈમે તેના વિપાકથી અજાણ એવા મૂઢ પુરૂષને અપૂર્વ આાદ આપનારા હેાય છે. કારણ કે કેસર કેરી કરતાં પણ કિ’પાકમાં મીઠાશ વધારે હાય છે પણ તેનું ભક્ષણ કર્યા પછી માત્ર બે ઘડીમાં મૃત્યુ થાય છે, કારણ કે એ મીઠાશનું પરિણમન વિષે મિશ્રિત પકવાન્નની જેમ શરીરમાં અંતે વિષરૂપે થાય છે. તેમ ભાગસુખની તીવ્ર આસક્તિ વાળાને પણ અનંત કાળ સંસારમાં ભમવું પડે છે. ઉત્તરા ધ્યયન સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે મોળી મમફ સમારે અમોની વિમુદ્ ભાગી ભવમાં ભમે છે, અભાગી મુક્ત બને છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય એવું છે કે ઇન્દ્રિયાનાં વિષય અંતે કપાકનાં ફળની જેમ અતિ દારૂણ હાય છે. ગીતામાં શ્રી વ્યાસ મુનિ જણાવે છે કે પ્રસન્નાર જામઓનેવુત્તિ નRsજીવૌ। કામભોગમાં આસક્ત અનેલા અશુચિમય નરકમાં પડે છે.