________________
૩૨૦
મને વિજ્ઞાન
કામગમાં અનાસક્ત રહેનારા કયારેક ઉર્વગતિને પણ પામી જાય છે, જ્યારે આસક્ત બનેલા દુર્ગતિને પામે છે. સર્પ તેટલે ભયંકર નથી કે જેટલું તેનું ઝેર ભયંકર છે. ઝેરની ભયંકરતા એ જ સર્પની ભયંકરતા છે. તેમ કામ ભેગ તેટલા ભયંકર નથી કે જેટલી તેની આસક્તિ ભયંકર છે. ભેગ સુખમાં અનાસક્ત ભાવ હોય તે તે ભેગ કયારેક કર્મનિર્જરામાં કારણ બને છે, પણ બંધનકારી થતા નથી. પરંતુ તે અનાસક્તભાવ કેઈ તીવ્ર જ્ઞાનદશાવાળા વિરલ મહાપુરૂષોમાં જ હોય છે. બાકી આસક્તિવાળા તો દુર્ગતિના જ અધિકારી બને છે.
દૃષ્ટાંત
સંસારમાં કામગના સુખ પુણ્યના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. તે ભેગકાળમાં ગમે તેવા સુંદર હોય પણ તે પરિણામે કેટલા ભયંકર છે તે સમજાવવા માટે શાસ્ત્રમાં બીજું ઘેટાનું દૃષ્ટાંત આપવામાં આવેલું છે. કોઈ એક માંસાહારી સુખી ગૃહસ્થ પિતાને ત્યાં એક ઘેટો રાખેલ છે. બીજી બાજુ તેણે દૂધ માટે ગાય પણ રાખેલ છે. ગાયને એક નાને વાછરડે પણ છે. હવે ઘેટાને દરરોજ તેને માલિક લીલું ઘાસ નાખે છે. તદુપરાંત તેને ગોળ, કપાસીયા વગેરે ખવડાવે છે. જ્યારે બીજી બાજુ ગાય અને વાછરડાને સૂકું ઘાસ નાંખે છે. આ ભેદભાવ જોઈને વાછરડે મનમાં ઝરે છે અને ગાય માતાને કહે છે કે મા, આપણા નસીબમાં તે દરરોજ સૂકું ને સૂકું છે. કેઈ દિવસે આપણે લીલું ભાળતા નથી. ગાય માતા કહે. છે કે વત્સ! સૂકામાં જ આનંદ માનવાને છે. આપણે લીલું ખાવું નથી. ત્યાં વાછરડો ફરી ઉતાવળે થઈ જાય છે અને કહે