________________
ભર્યો ભાણે
૩૧૭
એવા ભેગસુખને ઈચ્છે છે, પણ જીવનની ક્ષણભંગુરતા વિચારીને મેક્ષસુખ માટે ગઈચ્છતા નથી આ ભવમાં જે સાધવા જેવું ન સાધી શકાય તો આ અપૂર્વ અવસર ફરી ફરીને હાથમાં આવે એવો નથી. જ્યારે મોટે ભાગે હાલત એવી છે કે – ફાર રીતે નારા શરીર જીર્ણ થતું જાય છે, પણ આશા જીર્ણ થતી નથી. આયુષ્ય ગળતું જાય છે, પણ પાપબુદ્ધિ ગળતી નથી.
ઘરડે ખાખ થઈ ગયો હોય તેવી ભરવૃદ્ધાવસ્થામાંયે મેહ કુરે છે, પણ આત્માર્થ સ્કૂરતો નથી, મહાત્મા કહે છે કે, જુઓ તે ખરા આ શરીરધારીઓના ચરિત્રો કેવા છે? અને વાત પણ સાવ સાચી છે. ભરવૃદ્ધાવસ્થામાં એવા એવા મનેર થયા કરે કે આ ચાર દીકરા છે, ત્રણ દીકરીઓ છે. બધાં વરી ગયાં છે. હવે એક છેલ્લાના લગ્ન બાકી છે. એટલું મારા હાથે પતી જાય તે પછી મરણ આવે તે કેવું સારૂં! ત્યાં એમ થાય કે એક પત્રમુખ જોવાઈ જાય અને પછી મત આવે તે આપણે ભાગ્યશાળી કહેવાઈ જઈએ.
છેલ્લી વૃદ્ધાવસ્થામાંયે આવા મેહના વિકલ્પ ફેરે પણ આત્માર્થ ન સ્કુરે, એને એમ ન થાય કે મેં જીંદગીભર ઘર પાપો કર્યા છે. માટે હવે છેલ્લે તો મારા આત્માનું કરૂં પણ એને તે એકજ ધૂન લાગી હોય છે કે આ છોકરાઓ માટે લીલી વાડી મૂકતે જાઉં, કે જેથી પાછળ સૌ મારા યશગાન ગાયા કરે, અને બે દિવસ સૌ બેલે પણ ખરા કે ભાઈ! બાપા ભાગ્યશાળી કે લીલી વાડી મૂકતા ગયા. પછી બાપા ભલે મરીને વસઈની ખાડીમાં ગયા ! એની કયાં કેઈને પડી છે. એટલે લાંબી ચર્ચા નહિ કરતાં, મારે તે તમને ટૂંકમાં એટલું જ કહેવાનું કે તમે સૌ આ અપૂર્વ અવસરને ઓળખજે, ભયે ભાણે ”થી કઈ ભૂખ્યા ન ઉઠતા. એટલું ઈચ્છી. વ્યાખ્યાન પૂરું કરૂં છું.