________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૯૫
પુણ્ય તેમને બંધનમાંં ન થયું. પુણ્ય પચે તે અમૃત છે, નહિ તે ઝેર છે. આજે પુણ્યના ઉદયકાળમાં જ તેાફાન સૂઝે છે. પુણ્યને નહી' જીરવી શકનારા પુણ્યના ઉદયકાળમાં ઉન્મત અને છે અને પુણ્ય ભાગવતા ધેાર પાપકમાં ઉપાર્જન કરીને દ્રુતિના મુસાફર અને છે. તેમાંય અત્યારના કાળ તેા ઘણા વિષમ છે. પુણ્યના ઉદયકાળમાં એકલા પ્રમાદ પાષાઈ રહ્યો છે. તમારા પુણ્યની અમાને ઇર્ષ્યા નથી. પણ તમારા પ્રમાના વિચાર કરીએ છીએ ત્યાં અમારા કાળજા કંપી ઉઠે છે. આજે આ સરકારના રાજમાં રવિવારે રજા હાય છે ને ! તે એ રજાના દિવસેામાં થિયેટસ સાંભરે છે કે દેવમા સાંભરે છે ? સત્સંગ સાંભરે કે કલખો સાંભરે છે? કંઈક તેા ખોલા. પણ તમે નહિં ખોલેા. કારણ કે આમાં તમારી જ પેાલ ખુલ્લી થાય તેમ છે. આ રીતે જ્ઞાનદૃષ્ટિવાળાંને પુણ્ય બંધનકર્તા નથી પણ અવિવેકીને તે મ ધનકર્તા જ છે. આગળ વધીને પૂ. ઉપા ધ્યાયજી યશોવિજયજી મહારાજ ક્રમાવે છે કેઃ
इत्थमेकत्वमापन्नं फलतः पुण्यपापयोः । मन्यते यो न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ॥”
આ પ્રમાણે ફળથી એકલપણાને પામેલા પુણ્ય અને પાપને જે એકરૂપ ગણતા નથી તે મૂઢાત્મા ભવસમુદ્રના પારને પામી શકતા નથી. જુએ, હવે આ છેલ્લામાં છેલ્લી તત્ત્વની વાત છે. આથી દુનિયામાં કઈ ઉંચુ તત્ત્વ નથી.
દુઃખ અને બંધનરૂપ ફળની અપેક્ષાએ પુણ્ય અને પાપની વચ્ચે એકપણુ' સમજવાનુ છે. જીવા આજે પાપકમાંથી છુટીને પુણ્યકર્મમાં આવે છે. પાછા પુણ્યમાં અટકી જાય છે. પણ એમ નથી વિચારતા કે આત્મા પુણ્ય અને પાપ બંનેની પેલી પાર છે.