________________
ભર્યો ભાણે
૩૦૫
“વાં જ રિવાજાથે ઘરમુક્યતે !”
સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લેહી પીવા બરાબર છે, અને ભોજન કરવું એ માંસભક્ષણ કરવા બરાબર છે, પણ આજે એ લોકેને આવું કોઈ સમજાવતા નથી, કારણકે સમજાવનારાઓને જ રાત્રે કેસરીયા દૂધ પીવા હોય તે. કયાંથી સમજાવે?
રાત્રિભેજનની જેમ કંદમૂળ, બાળઅથાણું, દ્વિદળ વગેરેને પણ જૈનકુળમાં ત્યાગ હવે જોઈએ. આજે કંદમૂળમાં બટેટા વગેરેના ત્યાગની વાત કરીએ ત્યાં ઘણા જુવાન ભાઈઓ કહે છે કે, મહારાજ એમાં તે વિટામીન “ડી” છે. ત્યારે હું કહ્યું કે, ભાઈ એ “ડી” કે “સી” માં હું કંઈ સમજતો નથી. પણ હું એટલું તમને પૂછું કે બટેટામાં જે વિટામીન હોય તો બટેટા ખાનારાઓના મેઢા વડલાના ટેટા જેવા કેમ છે? માટે વિટામીન બટેટામાં કે લસણ ડુંગળીમાં નથી, પણ વિટામીન બ્રહ્મચર્યના પાલનમાં છે. એ કેઈને પાળવું નથી, અને થીંગડાં દેવા છે. જૈન શાસ્ત્રોએ તો કંદમૂળમાં અનંતી જીવરાશિ કહી છે. અને અનંતી જીવરાશિ હોવાની સાથે તે તામસી પણ છે માટે એને ત્યાગ જ હોવો જોઈએ.
આર્યદેશમાં પણ કુળની પ્રધાનતા છે. આ કુળની પ્રધાનતા ઉપર જરા આપણે લંબાણથી વિવેચન કર્યું. કુળમાં જાતિ પ્રધાન છે. જાતિમાંયે પાંચ ઈન્દ્રિયની પરિપૂર્ણતા પ્રધાન છે. સમજો કે કાને બહેરાપણું હોય, કે આંખે અંધાપે હોય