________________
- ભયે ભાણે
૩૧૩
“મધુર મા સમાધિમાયા” ભગવાને કહેલા માર્ગમાં સમાધિ રાખીને ઉદ્યમ કર, અને તેમાં અનાર્યોના સંગને ત્યાગ કરીને તે મોક્ષમાર્ગમાં ઉદ્યમ કરવા વડે તું શ્રેયને પ્રાપ્ત કર, મનુષ્ય ભવમાં મેક્ષ પુરૂષાર્થ સાધવા ગ્ય છે.
ભગવાન ઉમાસ્વાતિ તત્ત્વાર્થ કારિકામાં ફરમાવે છે કે
सम्यग-दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ॥
જે પુરુષ સમ્યગુદર્શન વડે શુદ્ધ જ્ઞાન અને વિરતિને જ પ્રાપ્ત કરે છે. તેમના વડે દુઃખમાં નિમિત્ત એ આ જન્મ પણ સફળ થાય છે. આ જન્મ એ જ દુઃખની પરંપરાનું મૂળ છે. જરાના. મૃત્યુના, સંયોગના-વિયેગના, રેગના શેકના -એ બધાં દુઃખનું મૂળ જન્મ છે. મનુષ્ય આજે મૃત્યુથી ડરે છે, પણ જન્મથી ડરતે નથી. જ્યારે જ્ઞાની કહે છે કે, અરે ભાઈ, તું મૃત્યુથી શા માટે કરે છે? તે જન્મેલાને છોડવાજ નથી. માટે તું આ જન્મમાં એ પુરૂષાર્થ કર કે જેથી અજન્મા (અમર) થઈ જવાય.
મનુષ્ય ભવમાંજ મેક્ષમાર્ગની સિદ્ધિ
સફદર્શન વડે શુદ્ધ જ્ઞાન વિરતિને પમાડે છે, અને તે ત્રણેના વડે દુઃખની પરંપરામાં નિમિત્ત એ આ જન્મ પણ સફળ થાય છે. સંસારમાં જન્મ તે અવશ્યમેવ છેજ. તેમાં જે જ્ઞાન, દશન ચારિત્રની આરાધના થાય તે તે જન્મ