________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૯૭
અને ચંદ્રની પ્રભા આથમી જાય છે. પણ જાત્યમાન રત્નની પ્રભા આથમતી નથી. માટે આત્માની સ્વાભાવિક જ્ઞાન, દર્શનની પૂર્ણતાને જાત્યમાન રત્નની ઉપમા આપી છે.
પિતાને દીકરે પરણવાનો હોય ત્યારે ઘાંચણ પણ કેકને ત્યાંથી ઉછીના અલંકાર વરરાજાને પહેરાવવા માટે લઈ આવે છે પણ તેની કિંમત શી છે? લગ્નવિધિ પતે ત્યાં સુધી તેની શોભા છે પણ જ્યાં વિધિ પતી જાય છે ત્યાં જેને ત્યાંથી એ અલંકાર લઈ આવ્યા હોય છે તેને ત્યાં પાછા આપી જ દેવા જોઈયે. તેમ પુણ્ય ન પરવારે ત્યાં સુધી આ ધનધાન્યાદિ અને કનકકતાદિની પૂર્ણતા છે અને પુણ્ય પરવારે છે ત્યાં ફરી પાછા ઓસરતા પૂર થઈ જાય છે. તે ઓસરી તો એવા જાય કે કયારેક ભીખ માંગવાને એ વખત આવે. કબીર કહે છે
“જીસ ઘર નોબત વાગતી હેતે છતીસો રાગ
વે ઘર ભી ખાલી પડે ઉડે ઉડ બૈઠે કાગ”
જે ઘરોમાં નાબતો ધણધણતી હતી અને છત્રીસે પ્રકારના રાગ-રાગિણ થતા હતા તેવા ભવ્ય પ્રસાદ પણ આજે ખાલીખમ પડ્યા છે અને તેમાં ઉડી ઉડીને કાગડા બેસે છે.
પુણ્યદયમાં પ્રમાદ ન પાસે भव प्रपंच मन जालकी बाजी जूठी भूल चार पांच दिन खुश लगे अंत घूलकी घूल
ભવ પ્રપંચની બાજી બે પાંચ દિવસ ખુશખુશાલ લાગે છે. પણ તે મિથ્યા બાજી છે. અંતે ધુળની ધુળ છે. માટે સાચો આનંદ લૂંટ હોય તો કેઈના પણ ભરે એ ન જતા શિવાનંદ