________________
‘૩૦૦
મનોવિજ્ઞાન
છે, માટે બે કલાકતો મોજ માણી લેવાશે, આ રામે શસ્યાની મેજ માણવા શસ્યામાં લાંબે થઈને સૂઈ ગયે અને આખો દિવસ કામ કરીને થાકી ગયેલે એટલે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ ત્યાં શેઠે અગ્યાર વાગ્યે શયનગૃહમાં પિઢવા માટે દાખલ થયા, શેઠ વિચારમાં પડી ગયા કે આ શય્યામાં મારા સિવાય કોઈ સુવે નહીં. આજે વળી આ કોણ સુતું છે. જરા પ્રકાશ કરીને જોયું તે લાગ્યું કે આતે રામે સુતો છે. અરે આને વળી આ છે મેહ થયે, મારી શય્યામાં સુવાને અને શો અધિકાર છે, આમ કષાયથી ધમધમતા શેઠે હાથમાં એક હન્ટર લીધું અને દશ-વીશ હંટર રામાને લગાવ્યાં ત્યાં રામો. એકદમ ઝબકીને બેઠો થયો અને જોયું તો સામે શેઠે એકદમ ક્રોધાવેશમાં આવી ગયેલ હતા. રામાએ વિચાર્યું કે આમાં બુદ્ધિ દોડાવવાની જરૂર છે, આથી રામે ખડખડાટ હસવા લાગે. શેઠ કહે છેકે અલ્યા મેં તને આટલે માર માર્યો છતાં તમે હસવું શેનું આવે છે, ત્યારે તક જોઈને રામાએ કહ્યું કે મને હસવું તમારા માટે આવે છે અને તેના કારણભૂત તમે છે. શેઠ કહે હું કઈ રીતે કારણભૂત છું ? રામે કહે છે કે આપ મને માર મારતા હતા ત્યારે મને એ રીતને વિચાર આવ્યું કે આ શેઠની સુખશસ્યામાં માત્ર મેં બે ઘડીને પ્રમાદ સેવ્યું છતાં મારી આ સ્થિતિ થઈ છે, તો મારા શેઠ કે જેઓ વર્ષોથી પ્રમાદ સેવતા આવ્યા છે, તેમની કઈ સ્થિતિ થશે. રામાના મુખેથી આવું સાંભળતાજ શેઠન ગાત્રે શિથિલ થઈ ગયા અને શેઠે રામાને કહ્યું કે તેં તો એક શબ્દથી મારી આંખ ઉઘાડી દીધી છે. હવેથી તું મારોકર નહિ પણ સાધર્મિક છે.આ રીતે શેઠેરામાનું ખૂબ બહુમાન કર્યું. બસ આ દષ્ટાંતમાંથી તમારે પણ એજ સાર લેવાને છે કે આ વર્ષે પ્રમાદ આપણને કયાં લઈ જશે અમે સાધુઓ અમસ્તા સંથારા પર સુતા હશું? સુખ