________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૮૩ મૂકી દો. છેવટે તમારી દીકરીના સૌભાગ્ય સાટે મને જીવતે મૂકો. હું હવે સવારના ચાર વાગે જ રવાના થઈ જવાને છું.”
હવે રવાના ન થાય તે જાય ક્યાં? તે પછી દીકરીની દયા ખાતર બાપ–દીકરાએ તેને જીવતે છોડી મૂક્યો, અને સવારના ચાર ન વાગ્યા ત્યાં કેશવ પાસા પોબાર ભણું ગો.
આ ચાર જમાઈના દૃષ્ટાંતને તે સમયના કેઈ કવિએ. એક લેકમાં ગૂંથેલું છે. તે બ્લોક આ રહ્યો.
'बनकुटया विजेरामः तिलतैलेन माधवः । भूशय्यया मणिरामः, धक्काधूमेन केशवः ॥'
બાજરાના રોટલા ભાણામાં આવ્યા ત્યાં વિજ્યરામ ચે. તલના તેલથી માધવ ચે. ભૂમિશયનથી મણિરામ. રવાના થઈ ગયે. જ્યારે ધક્કા ને ધેકા ખાઈને કેશવને. નિકળવુ પડયું. કહે, હવે તમારે આ ઘરમાંથી કયા જમાઈની જેમ નીકળવું છે? પહેલા, બીજા, ત્રીજા જમાઈની જેમ. નીકળવું છે કે પછી ચોથા નંબરના જમાઈની જેમ નિકળવું છે? જે ચોથા નંબરના જમાઈની જેમ નિકળવું હશે તે તો બે વાંસડા ને બાવીસ કટકામાં મુશ્કેટાઈટ બંધાઈને. નીકળવું પડશે કેમ નીકળવું છે તે તમે જ બોલે તો ઠીક પડે..
સભામાંથી: “અત્યારે તે કેશવની જેમ નીકળવાના સંજોગે દેખાય છે.”
પણ હું એમ ઈચ્છું છું કે તમે બધા સમજીને પહેલાં જમાઈની જેમ માનભરી વિદાય લઈને નીકળી જાઓ. નાન પણમાં જ ઘરસંસારને ત્યાગ કરીને નીકળી જાય એ તે..