________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૮૭
ખરા. અમને વાંદે છે તે સાધુ બન્યા હોત તો તમને કેમ ન વાંદત? આતો માંડ બેસતા વર્ષના દિવસે પગે લાગતા હશે ! કે પછી દરરોજ લાગે છે? “સભામાંથી–નાના-દરરોજ કેવા લાગે ત્યારે હવે ધર્મ સિવાય કઈ પદાર્થમાં આસ્થા કરવી યુક્ત નથી એમ તે નક્કી થયું ને! આટલી પૂર્વાર્ધની પુનરુક્તિ કર્યા પછી હવે આપણે ઉત્તરાર્ધમાં આગળ વધીએ. "ઉત્તરાર્ધ જરા ગંભીર છે.
સેનાની બેડી અને લેઢાની બેડી આચાર્યશ્રી હરિભદ્રસૂરિ ફરમાવે છે કે – आह तत्राऽपि नो युक्ता यदि सम्यग् निरूप्यते । धर्मस्यापि शुभो यस्माद् बंध एव फलं मतम् ॥
- આ ગાથામાં શંકાકાર શંકા ઉઠાવે છે કે સંસારના કઈ પદાર્થોમાં આસ્થા કરવી એ યુક્ત નથી. એ તો ઠીક, પણ જે સમ્યક વિચારવામાં આવે તો ધર્મમાં આસ્થા કરવી એ પણ યુક્ત નથી. કારણ કે ધર્મના અનુષ્ઠાનેનું ફળ પણ શુભને બંધ છે અને બંધ એ સંસારનું કારણ છે.
न चायस्य बन्धस्य, तथा हेममयस्य च । फले कश्चिद्विशेषोऽस्ति, पारतंत्र्याविशेषतः ॥
લેઢાનું બંધન હોય કે સોનાનું તેમાં પાતંત્ર્યનાં અવિશેષપણાને લીધે લેશ પણ ફળભેદ નથી. પુણ્ય એ સેનાની બેડી છે અને પાપ એ લોઢાની બેડી છે. કેઈ માણસને હાથ–પગમાં સેનાની બેડી પહેરાવવામાં આવી હોય