________________
ગિરિરાજનાં આઠ શિખરો
૨૩૧ સંસ્કૃતિ અને સદાચારનું બંધારણ તત્ત્વ દ્રષ્ટાઓએ સ્પષ્ટતયા ફરમાવ્યું છે કે : मात्रा स्वस्त्रा दुहिता च न एकांत परिसेवनम् । बलवान् इन्द्रियग्रामो विद्वांसमपि कर्षति ।
સગી માતા હોય કે સગી બહેન હોય અથવા સગી પિતાની પુત્રી હોય તેની સાથે પણ એકાંત નહિ સેવવું જોઈએ. આ ગાથા મહાભારતમાં આવે છે. વ્યાસ મહષિએ આ સ્વરૂપે સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી એટલે તરત તેમના કોઈ એક શિષ્ય કહ્યું કે, પ્રભુ! સગી–બહેન દીકરી સાથે એકાંત સેવવામાં શું વાધે છે. ભાવિની પ્રજા ક્યાંક તમને વેદિયા કહેશે. વ્યાસ મહર્ષિ પ્રત્યુત્તરમાં કહે છેઃ હે શિષ્ય? ઈન્દ્રિયને સમૂહ એટલે બધે બલવાન છે કે સામે નિમિત્તો ઉપસ્થિત થતાં ભલભલા વિદ્વાનેને પણ મેહમાં પાડી દે છે. શિષ્યને પોતાની શંકાનું સમાધાન મળ્યા પછી રેમેરોમમાં આનંદ છવાઈ ગયો. આ છે આપણા પૂર્વ કાળનાં મહષિઓએ ઘડેલું સંસ્કૃતિ અને સદાચારનું બંધારણ. આજે આ બધી મર્યાદાઓનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે, અને તેમાંથી જન્મતા અનિષ્ટોને આજે સૌ કેઈએ જાણી લીધેલા છે. અને હજી પણ સમજીને બધી મર્યાદાઓનું પાલન કરવામાં આવે તે એક વાર સૃષ્ટિ પર સ્વર્ગ ઊતરે !
મૂડીમાં વધારે કરો આવા પડતા કાળમાં જૈન કુળમાં જન્મ મળે તેના પ્રભાવે તમે અનેક રીતે બચી ગયા છે. પંચેન્દ્રિય વધ, માંસ ભક્ષણ, મદિરાપાન, જુગાર, શિકાર, વેશ્યાગમન જેવા મટકા પાપથી સુકુળના પ્રભાવે બચી ગયા છે. હવે તે પુરુષાર્થ