________________
‘૨૫૪
મને વિજ્ઞાન
કરવું જોઈએ. અરિહંત પરમાત્મા રાગ-દ્વેષ આદિ અઢાર દોષથી મુક્ત છે; દ્રિો અને નરેંદ્રોથી પણ પૂજિત છે, મોક્ષ માગને પ્રવર્તાવનારા છે. એક શ્રી અરિહંતની યથાસ્થિત સ્વરૂપમાં ઓળખાણ થઈ જાય જીવ અંતર્મુખ દશાને ઘણું સહેલાઈથી પામી જાય. અંદરના કામ, ક્રોધ, રાગ, દ્વેષ આદિ શત્રઓને જે હણનારા તેમને અરિહંત કહેવામાં આવે છે. આવા અરિહંતની શરણાગતિ સ્વીકારનાર ભવોભવના ભયમાંથી સદાકાળ માટે મુક્ત બને છે.
સિદ્ધ ભગવંતે અજરામર સ્થાનને પામેલા છે. સિદ્ધ ભગવંતને પણ જગત આખા ઉપર મહાન ઉપકાર છે. એક આત્મા સિદ્ધપદને પામે ત્યારે બીજી બાજુ બીજો એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. આ સિદ્ધ ભગવંતને જે તે ઉપકાર છે?
સ્વપરના કલ્યાણને સાધે તેમને સાધુ કહેવામાં આવે છે. શ્રીજિને ઉપદેશેલે અહિંસા, સંયમ અને પરૂપ જે ધર્મ તેને ધર્મ કહેવામાં આવે છે. આ ચારેનું અહર્નિશ શરણ અંગી. કાર કરવાથી જીવના તથાભવ્યત્વને પરિપાક થાય છે. ભવ્યત્વને પરિપાક થતાં જીવ માટે મેક્ષમાર્ગની પ્રાપ્તિ ઘણું સુલભ બની જાય છે જીવમાં મેક્ષે જવાની જે ગ્યતા તેને ભવ્યત્વ કહેવામાં આવે છે. તે ભવ્યત્વ ભવી જીવમાં સમાન હોવા છતાં તથાભવ્યત્વ દરેક જીવમાં ભિન્ન હોય છે. આ રીતની રેજિંદી આરાધના ચાલુ રાખનાર અંતિમ આરાધનાને ઘણી સહેલાઈથી પામી શકે છે.
છેવટે યુગબાહુ આરાધનાના ફળરૂપે પાંચમાં દેવલોકને પામ્યા. જ્યારે મણિરથ ત્યાંથી ભાઈને વધ કર્યા બાદ પોતાના