________________
૨૬૦
મને વિજ્ઞાન
મારા મનની વ્યથા સમજી શકાં નથી. રાજા રાણીને કહે છે કે, ‘હું કોઈ મસ્તક પરના પળિયાને જોઈને લજ્જા પામતા નથી, તેમ મૃત્યુથી પણ ભય પામતેા નથી. હું તે। માનુ છું
કે
મૃત્યુ એ પ્રકૃતિ છે તેા જીવન એ વિકૃતિ છે અને સંયમ એ સ'સ્કૃતિ છે. મૃત્યુના કે મસ્તક પરના પળિયાને કોઈના મને ભય લાગતા નથી અને તેનુ મને મનમાં લેશ પણ હૃદ નથી. મારું દર્દ ખીજું જ છે.' જુએ, હવે રાજા પેાતાનાં દર્દીની વાત કરે છે, જે સાંભળતાં ભલભલાનાં રૂંવાડાં ખડાં થઈ જાય.
રાજા કહે છે કે, ‘મને ખેદ એ વાતને છે કે, મારા પૂર્વજોએ સફેદ વાળ જોયા પહેલાં જ સંન્યાસ અંગીકાર કર્યાં છે અને હું' તે સફેદ વાળ થવા આવ્યા છતાં હજી વિષયેામાં આસક્ત રહ્યો છું. હું વિષયવાસનામાં ગળાબૂડ ખૂંપી રહ્યો છું અને પ્રત્રજ્યા અંગીકાર કરી શકયો નથી. હે પ્રિયે ! મારા મનના ખેદનું કારણ આ છે. છતાં હવે હું કોઈ પણ ભાગે દીક્ષા અંગીકાર કરવાના છું. મને ચિંતા એટલી જ છે કે દૂધપીતા ખાળકને શી રીતે રાજગાદી પર એસાડુ ? છતાં મારે એની પણ ચિંતા શા માટે કરવી જોઈએ ? શાસ્ત્રમાં પરચિતાને અધમાધમા કહી છે.
'उत्तमाSSत्मचिन्ता च शास्त्रचिंता च मध्यमा । अधमा कामचिन्ता च परचिन्ता त्वधमाधमा ॥
"
આત્મચિ'તા એ ઉત્તમા છે. ‘હુ કોણ છુ, કયાંથી આવ્યા; મારું ખરું સ્વરૂપ શું છે ? મારી સાથે કયા સંબંધે આ બધી વળગણા છે ? એ રાખું કે પરિહરું? આ રીતની વિચારણાને આત્મચિંતા' કહેવામાં આવે છે, અથવા જીવનમાં મેં અનેક