________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૬૫ અનિત્ય છે, ત્યાં બીજા બાહ્ય સંગોની અનિત્યતાની કયાં વાત કરવી? બધે ક્ષણને પ્રસંગ છે, છતાં જીવ મફતને તેમાં રાચી રહ્યો છે.
પિતાએ પોતાની એકની એક દીકરીને સારામાં સારા મૂરતિયા વેરે આપી હોય, સસરા કેટયાધિપતિ હય, છતાં પર બે મહિના ન થયા હોય ને દીકરી વિધવા થાય છે. સંસારને આ કરૂણ ચિતાર જાણતા હોવા છતાં જેઓ આજે વૈરાગ્યને પામતા નથી તે તેમના તીવ્ર કર્મોદયનું જ પરિણામ છે. રજવાડાઓનાં રાજ્ય ચાલ્યાં ગયાં કંઈક કેટયાધિપતિ કંગાલ બની ગયા. આ બધું નજરે જોતા હોવા છતાં સંચાગોની અનિત્યતા ન સમજાય તો તેની અનિત્યતા સમજાવવા માટે બીજુ કોઈ જ્ઞાન અમારી પાસે રહેતું નથી જ્ઞાનીઓ તે સંગમાં સુખ બુદ્ધિવાળાને મિથ્યાદષ્ટિ કહે છે અને પોતાના સ્વભાવમાં સુખ બુદ્ધિવાળાને સમ્યદષ્ટિ કહે છે.
સ્વભાવ એ શાશ્વત વરતુ છે તે તેમાંથી આનંદ લૂટો ને! સંગમાંથી આનંદ લૂંટી તે રહ્યા છે પણ કાલ વિયોગ થશે ત્યાં પોકે પોકે મૂકીને રહેવું પડશે. તે પછી અંતર્મુખ બની સ્વભાવદશામાં આવી જવું એમાં શું ખોટું છે? તાજેતરમાં જ લગ્નગ્રંથીથી જોડાઈને ભાઈ પરદેશમાં ગયા હોય એટલે ત્યાંથી પત્ની ઉપર કાગળ લખે કે, તું ત્યાં છે અને હું અહીં છું, પણ મારે જીવ તારી પાસે છે, ત્યાં પત્નીને અચાનક અહિં ડબલ ન્યુમોનિયા લાગુ પડેને પત્ની કાળ ધર્મને પામી જાય એટલે પિતા પુત્રને લખે કે, વહુ ફલાણા દિવસે કાળધર્મ પામ્યા છે, તરત જ પુત્રને પ્રત્યુત્તર આવે કે બનાવ બહુ ખોટો બન્યા છે. પણ શું થાય? કાળની ગતિ ન્યારી છે. હવે હું ત્યાં વૈશાખ મહિને પાછો આવું છું. ત્યાં સુધીમાં