________________
૨૭૮
મને વિજ્ઞાન
પત્નીએ કહ્યું કે, “દરરોજ વારા ફરતા મિષ્ટાન્ન પીરસું છું. એક દિવસ મેશુબ તે બીજે દિવસ બરફી, તે ત્રીજે દિવસ ચૂરમાના લાડુ પીરસું છું.”
શેઠે મનમાં વિચાર કર્યો ને કહ્યું કે, તે તે હજી આ બાર મહિના જવાનું નામ નહિ લે માટે આવતી કાલથી બાજરાના રોટલા પીરસજે.”
બીજે દિવસે ભાણામાં બાજરાના રોટલા અને અડદની દાળ આવી. ત્યાં ચારમાંથી મેટા જમાઈ વિજયરામ હતા તેમણે કહ્યું કે, “આ ભાણામાં જેટલા નથી આવ્યા પણ નોટીસ આવી છે. માટે આપણે ચેતીને માનભરી વિદાય લઈ લેવી જોઈએ.”
ત્યાં બીજા ત્રણેય જમાઈ કહેવા લાગ્યા કે, “આમાં અમને તે કાંઈ નેટીસ જેવું જણાતું નથી. આપણાં સાસુ ઘણાં જ ચતુર હોવાથી એ આપણું મેં જ મિષ્ટાન્ન ખાઈ ખાઈને ભાગી ન જાય માટે સાસુએ આજે રોટલા પીરસ્યા લાગે છે. અને એમાં ખોટું શું છે? શિયાળામાં તો બાજરો ટેનિક કહેવાય, માટે અમે તે વિદાય લેવાના નથી. તમને જેમ સુખ ઉપજે તેમ કરે.”
તે પછી મોટા જમાઈ સસરા પાસે વિદાય લેવા જાય છે અને સસરા તેમને માનભરી વિદાય આપે છે. એક સે એક રૂપિયાની પાઘડી આપે છે. સ્ટેશન સુધી વળાવવા પિતાને માણસ મેકલે છે અને જ્યારે જમાઈરાજ ઘરમાંથી વિદાય લે છે ત્યારે હાથ ઊંચા કરીને ત્રણવાર આવજે–આવજેને આવકાર આપે છે. આ રીતે મેટા જમાઈ તે માનભરી વિદાય લઈ ગયા.