________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૭૭
એને પણ ભૂલ્યા નથી તે ચાર જમાઈઓને શેન ભૂલે ? આ આજ વેવાઈ પક્ષવાળા મટી ધામધૂમથી જાન જોડીને માંડવે આવી પહોંચ્યા છે. અગાઉના ચાર જમાઈ પણ આવી પહોંચે છે, શેઠ લગ્નમહોત્સવ અપૂર્વ ધામધૂમથી ઉજવે છે લગ્નવિધિ પતી ગયા પછી જાન બીજે કે ત્રીજે દિવસે વિદાય થઈ જાય છે. હાલમાં તે વળી, સાંજે જાન આવે ને બીજે જ દિવસે વિદાય થઈ જાય છે. બહુ જ ટૂંકા કેઈલમાં પતી જાય છે. આ બાજુ ચાર જમાઈ પણ વિદાય લેવા સસરા પાસે આવે છે. સસરા કહે કે તમારે શી ઉતાવળ છે? હમણાં થોડા દિવસ રોકાઈ જાઓ. ચારે જમાઈરાજને તે ગળા સુધી રોકાવાની ઈચ્છા હતી. કારણ કે તેઓને એક કલાકનું પૂર્વાર્ધ મેઢે હતું.
__ 'श्वसुरगृहनिवासो स्वर्गतुल्यो नराणाम् । તેમણે કલેકનું ઉત્તરાર્ધ મેઢે કરેલું નહિ કે
'यदि वसति विवेकी पञ्च वा षट् दिनानि ।' તેમણે તે એટલું જ ગોખી રાખેલું કે શ્વસુરગૃહનિવાસ એ મનુષ્ય માટે સ્વર્ગ તુલ્ય છે, પણ પાછું આગળનું ગોખેલું નહિ કે જે વિવેકી બે-પાંચ દિવસ રહે તો જ સ્વર્ગતુલ્ય છે, કારણ વગર ઝાઝા દિવસ રહે તે કારાવાસતુલ્ય છે. હવે ચારે જમાઈઓને રહેવું તો હતું જ, અને સસરાએ થોડોક વિવેક કર્યો એટલે ભાવતું હતું ને વૈધે કહ્યું ” એના જેવું થયું. હવે આમ કરતાં એક મહિને થવા આવ્યું છતાં કઈ સળવળતાય નથી? શેઠ વિચારે છે કે આ તે પેધી ગયા લાગે છે. શેઠે પત્નીને ખાનગીમાં પૂછયું કે “તું દરરોજ આમને ભાણામાં શું આપે છે?