________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૭૯
હવે બીજું પખવાડિયું વ્યતીત થઈ ગયું. સસરા ફરી વિચારે કે, મોટા જમાઈ તો વિદાય લઈ ગયા પણ આ ત્રણે એ શું ધાર્યું છે? ફરી ઘરમાં પૂછ્યું કે, “તે ભાણામાં આ ગણેને મિષ્ટાન્ન આપવાનું તે શરૂ નથી કર્યું ને? ત્યાં ઘરમાંથી કહે છે કે, “મારાથી કાઈ આપની આજ્ઞા લેપાય ? હું તો બાજરાના રોટલાને જેટલા પીરસું છું, પણ એમને તે હવે બાજરે ય કોઠે પડી ગયો છે.”
શેઠે ફરી પૂછ્યું. કે, “બાજરીના રોટલા પીરસે છે એ તે ઠીક પણ રોટલામાં શું આપે છે?
રેટલામાં ઘી અને ગોળ આપું છું” ત્યારે તે એ શેના જવાનું નામ જ લે?” આવતી કાલથી રોટલામાં તેલ આપજે”
બીજે જ દિવસે કેટલામાં તેલ આપવામાં આવ્યું. એટલે બીજા નંબરને માધવ જમાઈ ચેતી જાય છે અને કહે છે કે, આપણે આપણા માનમાં રહેવું હોય તો હવે આપણે માનભેર વિદાય લઈ લેવી જોઈએ.”
ત્યાં બીજા બે કહેવા લાગ્યા કે, “તમારે વિદાય લેવી હોય તે ખુશીથી લઈ શકે છે, બાકી અમારે હમણાં અહીં રહેવું છે.”
‘પણ આ બાજરાના રોટલા અને તેમાં તેલ રેડયું. હવે તો ચેતે !” - “આમાં ચેતવાનું શું હતું? તેલ ક્યાં નબળી ચીજ છે ? ઘી કરતાં તે તેલમાં વીટામીન ડી વધારે છે.”