________________
૨૮૦
મનોવિજ્ઞાન
માધવ સમજી ગયું કે, આ આમ સીધી રીતે નીકળે એમ નથી, માટે આપણે વિદાય લઈ લઈએ. બીજા જમાઈને સસરા માનભરી વિદાય આપે છે. પણ એક પખવાડિયું વધુ રહ્યા એમાં પાઘડી ખાઈ નાખી અને મેટા જમાઈને જે ત્રણ વાર આવ–આવજેને આવકાર આપેલે તેના બદલે આમને બે વાર આવજે–આવજેને આવકાર આપે છે.
હવે બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું ત્યાં શેઠ વિચારે છે. કે, હવે આ બન્નેની શી ઈચ્છા છે? કેના બાપની ગુજરાત આ? ફરી ઘરમાં શેઠાણીને પૂછયું કે, “આ બન્નેને ભાણામાં ઘી આપે છે કે તેલ
શેઠાણીએ કહ્યું કે, તેલ આપું છું. પણ તેલ તે આ બંનેને બહુ માફક આવી ગયું છે. છેલ્લા દિવસેમાં આ તેલ ખાઈને તે લાલ ગલેલા જેવા થઈ ગયા છે.”
ત્યારે એ બન્ને રાતના ખાઈને સૂઈ જાય છે કે બહાર રખડવા જાય છે?
શેઠાણ કહે કે, “રખડવા જાય છે અને દરરોજ રાતના બાર વાગે ઘેર સૂવા આવે છે.
શેઠે કહ્યું કે, “આજે રાતના દરવાજા બંધ કરી દેજે. ભલે રાડે પાડયા કરે, પણ દરવાજા ઉઘાડતી નહિ.”
હવે આ ટાઢા પાણીએ ખસ કાઢવી છે એટલે શેઠને આ બધા ઉપાયો લેવા પડે છે, અને પેલાય અને માથાના છે. શેઠ આટઆટલા ઉપાયો લે છે પણ વાલીડા ખસતા જ નથી. શેઠાણીએ શેઠની આજ્ઞા પ્રમાણે રાતે દરવાજા બંધ કરી દીધા અને બન્ને બાર વાગે નાટક-ચેટક