________________
૨૧૭૪
મને વિજ્ઞાન
વર્તમાનમાં સંપદા હોય તે ભાવિમાં પાછી વિપદા આવે છે. માટે સંપદાઓ પણ અનિત્ય છે અને તીવ્ર કલેશના સમુદાયમાંથી તે પ્રાદુર્ભાવને પામનારી છે. લક્ષ્મી મેળવવાની પાછળ અનેક કો જીવને સહન કરવો પડે છે, અને અંતે તેમાંથી તીવ્ર કલેશની પરંપરા જન્મે છે. તેમાં આજની સરકારના તો કાયદા પણ એવા કે તેમાંથી કલેશની જ પરંપરા વધે. સંપત્તિના તીવ્ર મેહને લીધે તો સરકાર અને પ્રજા વચ્ચેના, મીલ–માલિક અને મજુર વચ્ચેના, શેઠ અને નેકર વચ્ચેના, પિતા અને પુત્ર વચ્ચેના, કેદની વચ્ચેના સંબંધ સારા રહ્યા નથી. આજે સરકાર માટે પણ લોકે બોલી રહ્યા છે કે, આ તે કેઈ સરકાર છે? પ્રજાની કેડ ભાંગી નાખે એટલા કરવેરા નાખ્યા છે. ટૂંકમાં ચોમેર અશાંતિની જવાળા ફાટી નીકળી છે. તમે ભડ છે કે આ જવાળામાં આવી રહ્યા છે, સંપદાની જેમ સર્વ ભાવના કારણરૂપ જીવન પણ અનિત્ય છે. સંસારમાં પુનઃ પુનઃ જન્મ પુનઃ પુનઃ મરણ અને પુનઃ પુનઃ ઊંચ અને નીચ આદિ સ્થાનને આશ્રય કરે પડે છે. માટે પૂજ્ય આચાર્યશ્રી ફરમાવે છે કે “સુમત્ર = વિચરે છે આ સંસારમાં લેશ પણ સુખ નથી.
प्रकृत्यसुन्दरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता, कचिदास्था विवेकिनाम् ।
આ પ્રમાણે આ સંસારમાં પ્રકૃતિથી બધુંય અસુંદર છે. તમે બધા ઉપર–ઉપરથી જુઓ છે માટે સુંદર લાગે છે. બાકી આ શરીરને જ વિચાર કરેને કે પ્રકૃતિથી આ શરીર કેટલું અસુંદર છે? સાક્ષાત્ મ્યુનિસીપાલીટીની પેટી જેવું