________________
૨૭૦
મનોવિજ્ઞાન
જુઓ, આ સ્ત્રીચરિત્ર કેવાં હોય છે. તે માટે આ શૂર્પણખા આબેહૂબ દૃષ્ટાંતરૂપ છે. એ માટે સાચું જ કહેવાય છે કે સ્ત્રીનાં ચરિત્ર અને પુરુષનાં ભાગ્યને પાર દે પણ પામી શકતા નથી તે મનુષ્યો તેને પાર કયાંથી પામી શકે ? રામચંદ્રજી શુર્પણખાની રીતભાત ઉપરથી સમજી ગયા કે આ કઈ માયાવી સ્ત્રી છે. રામચંદ્રજી તેને કહે છે કે હું તો પરિણિત છું. આ જાનકી મારી જોડે બેઠેલાં છે, પણ મારા ભાઈ લક્મણ હજુ કુંવારા છે. માટે તું મારા ભાઈ લક્રમણ પાસે જા. તે તને અંગીકાર કરશે. ત્યાંથી નિરાશ બનેલી
પણખા લમણજીની પાસે ગઈ અને તેમને વિનવવા લાગી. લક્ષ્મણજીએ કહ્યું કે, “તમે મારા મોટા ભાઈ પાસે પહેલાં જઈ આવ્યા, મારા માટે તે તમે સીતાજીનાં
સ્થાને છે ય જોગમાયા, છેટાં રહેજે હો ? બન્ને મહાપુરૂષ કેવા મને બળવાળા છે! દંડકારણ્ય જે એકાંત પ્રદેશ છે. શૂર્પણખાએ સાક્ષાત્ કિન્નરીનું રૂપ ધારણ કરેલું છે અને તેની વિનંતિ ઉપર વિનંતિ ચાલુ છે, છતાં તેઓ મનથી પણ ચલિત થતા નથી. મન ઉપરના કાબૂની આ જેવી તેવી વાત નથી. આવા કામવિજેતા મહાપુરુષોને કોડકોડ વંદના હજો. જીવનમાં બધું આચરવું સહેલું છે પણ આ જ આચરવું કઠણ છે. આ રામાયણના અધિકારને ઉલ્લેખ કરતાં કવિ શ્રી વીરવિજયજી મહારાજ ફરમાવે છે–
ભરતરાયને રાજ ભળાવી, રામ રહ્યા વનવાસે, ખર-દૂષણનારી સવિકારી, દેખીન પડયા પાસે