________________
રાધના
૨૫૫
અંતિમ અપૂર્વ આરાધના નગર ભણું પૂરવેગમાં આગળ ધપી રહ્યા હતા ત્યાં રસ્તામાં સર્પદંશ થતાં મૃત્યુ પામીને પાંચમી નરક–પૃથ્વીમાં ઉત્પન્ન થયા. કર્મ કેઈને છોડતો નથી. અતિ ઉગ્ર પુણ્ય કે પાપ જીવને કેટલીક વાર આ ભવમાં જ ભેગવવાં પડે છે.
પાછળથી સતી મદનરેખાને પણ શિયળ ધર્મની રક્ષા માટે ઘણાં કષ્ટો વેઠવાં પડયાં છે. તેમ સગર્ભા હેવાથી જંગલમાં પુત્રને જન્મ આપેલ, જે નમિ રાજર્ષિ તરીકે જૈન શાસ્ત્રોમાં પ્રખ્યાત છે. સતી મદનરેખાને એ ખબર ન હતી કે, મણિરથ રાજા રસ્તામાં મૃત્યુ પામી ગયા છે એટલે પોતાના શિયળની રક્ષા માટે પોતાના પતિના મૃત્યુબાદ તેઓ ત્યાંથી ઘેર જંગલમાં ચાલી નીકળ્યાં. તેમના પુત્ર ચંદ્રયશા પણ ત્યાં હાજર હતા, પણ સૌ શકાતુર બનેલા હોવાથી અને રાત્રિને સમય હોવાથી, મદરરેખા ક્યારે ત્યાંથી ચાલી નીકળ્યા તેની કેઈને ખબર પડી નહીં. તેમને જંગલમાં જે પુત્રને જન્મ આપે હતો તે પરંપરાએ મિથિલાના રાજવી નમિરાજા તરીકે પ્રખ્યાત થયા હતા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરીને નમિરાજા મોક્ષપદને પામ્યા હતા. મદનરેખાં પણ છેલ્લે ચારિત્ર અંગીકાર કરીને દિવ્ય ગતિને પામ્યાં છે. તેમનું આખું ચરિત્ર લખવા જઈએ તે એક મોટું પુસ્તક તૈયાર થઈ જાય. આ તો તેમણે પોતાના પતિને કરાવેલી અપૂર્વ અંતિમ આરાધના પૂરતો જ વિષય સમજાવવાનું હોવાથી તેટલા વિષય ઉપર જ વિવેચન કર્યું છે. તેમણે કરાવેલી અપૂર્વ આરાધનાના સારને સૌ પામી સાચા આરાધભાવને પામે એ જ એક અભિલાષા !