________________
૨૪૦
મને વિજ્ઞાન કેટલી પ્રચંડ તાકાત રહેલી છે કે જેના પ્રભાવે સગરચક્રિના પુત્ર બારમાં દેવકને પામ્યા !
ફીનો મદ નહિ કર પણ ધાર્મિકવૃતિવાળા બનવુ
સારા કુળમાં જન્મીને શુભ કાર્યો કરવા એમાં જ સુકુળની ખરી મહત્તા છે. બાકી કુળ અંગેનો મદ કરે એ તો એક પ્રકારની અધમતા છે. ભગવાન મહાવીર પરમાત્મા ત્રીજા ભવે. મરિચીના ભાવમાં હતા અને તે ભવમાં મરિચીના જીવે કુળ. અંગેને મદ ક્ય.
બો ને વત્તમં સ્ટ” અહો! મારું કુળ કેવું ઉત્તમ છે! મારા પિતામહ આ. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણિ કાળના પ્રથમ તીર્થકર અને મારા પિતા ભરત પ્રથમ ચક્રિ અને હું પ્રથમ વાસુદેવ વાહ! મારું કુળ કેવું ઉત્તમ છે. આ રીતે કુળને મદ કરવાથી કર્મ એવું બંધાઈ ગયું કે, સત્તાવીશમાં ભવે ભગવાન મહાવીર પરમાત્માને બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડયો. ભગવાન મહાવીરના છેલ્લા ભવમાં પણ કમેં પિતાને પ્રભાવ બતાવ્યું. માટે શ્રેષ્ઠ કુળ કે જાતિમાં જન્મ પામીને મદ નહિ કરે. પણ ધાર્મિકવૃત્તિવાળા બનવું.
સારા કુળમાં જન્મેલાઓના આજના નાટક સિનેમાના. વાતાવરણે સંસ્કાર સારા રહેવા દીધા નથી. પહેલાના જમાનામાં તો પિતાના કુળના પ્રભાવે પણ પાપ કરતાં અટકી જતાં. અરે! હું આવા જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મેલે. મારા વડીલના સંસ્કાર કેટલા ઊંચા ! મારાથી આવું કામ થાય? મારાથી જુદું કેમ બેલાય? મારાથી અનીતિ કેમ કરાય?