________________
અંતિમ અપૂર્વ આરાધના
૨૫૧ જ ખરું ધન અને સાચે કલ્યાણમિત્ર છે અને આપ હવે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે ચારે આહારના પચ્ચકખાણ. કરે અને સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક શરીર તરફના. મમત્વ ભાવને પણ ત્યાગ કરી દે.”
'स्मृतेन येन पापोऽपि जन्तु : स्यान्नियतं सुरः। परमेष्टिनमस्कारं मन्त्र त स्मर मानसे ॥'
છેલ્લે જેનું સ્મરણ કરવાથી પાપી મનુષ્ય પણ અવશ્ય સગતિને પામે છે તે પંચપરમેષ્ઠી નમસ્કારનું, નાથ!" મનમાં સ્મરણ કરે. નમસ્કાર મહામંત્રને મહિમા અપરંપાર છે. ચૌદ પૂર્વધરે પણ છેલે નમસ્કાર મહામંત્રનું શરણ. અંગીકાર કરે છે નવકાર મહામંત્રમાં ચદે પૂર્વને સાર છે.
આખીયે દ્વાદશાંગી પરિણામની શુદ્ધિ માટે છે અને તે પરિણામની શુદ્ધિ નમસ્કાર મહામંત્રના સ્મરણથી પણ થઈ શકે છે. જે કાર્ય દ્વાદશાંગીના આલંબનથી થાય છે તે જ કાર્ય નમસ્કાર મહામંત્રને આલંબનથી થાય છે, માટે નમસ્કાર મહામંત્ર એ ચૌદ પૂર્વના અથવા આખીચે દ્વાદશાંગીના સારરૂપ, છે. કારણ કે અંદરના પરિણામની શુદ્ધિ વિના તે નિશ્ચયથી ધર્મ છે જ નહિ અને પરિણામની શુદ્ધિ માટે સાધક દશામાં આલંબનની જરૂર રહે છે. તે માટે નવકાર એ શ્રેષ્ઠ આલંબન છે.
સતી મદનરેખા અંતિમ આરાધનામાં પિતાના પતિને કહે છે, “નાથ ! આપ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે અને રાજ્ય, સ્વજન આદિ તથા દરેક વસ્તુ તરફની મમત્વભાવના ત્રિવિધેત્રિવેધે સિરાવી દે. કઈ પણ બાહ્ય વસ્તુની વળગણ મનમાં રાખશે નહિ. છેલ્લે જીવને જેમાં આસક્તિ રહી જાય.