________________
૨૪૪
મને વિજ્ઞાન
પછી તો મદનરેખાને આધીન બનાવવા મણિરથ ઘણા ઘણા પ્રયાસ કરે છે, તેની ઉપર અનેક પ્રકારની કીમતી વસ્તુઓનાં ભેટણ મેકલાવે છે, છતાં મદરેખા તેને આધીન બનતી. નથી. સામેથી સતી મદનરેખાએ કહ્યું કે, “રાજન તમારી આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. રાજન !જેની ઈરછા કરવી મહા પાપ છે તેને તમે ઉપભેગ કરવાને ઈ છે. રાજન! તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. કામવાસનાની આધીનતાથી રાજા રાવણ જેવાને પણ વિનાશ થયો છે. તે તમે તે કણ. માત્ર છો? ત્યાં મણિરથ વિચારે છે કે યુગબાહુ હયાત છે ત્યાં સુધી આ મને આધીન થાય તેમ નથી. માટે મારે પહેલે ઉપાય યુગબાહુના વધ માટે કરવો જોઈએ. એક પાપમાંથી બીજા કેટલાં પાપ કરવા પડે છે તે આ ઉપરથી સમજી શકાય છે. વિષયવાસના એવી ભયંકર વસ્તુ છે કે તેમાંથી કયારેક રૌદ્ર યાન જન્મી જાય છે અને તેવા રૌદ્ર ધ્યાનથી જીવને ઘણી વાર નરકાયુને બંધ પડી જાય છે. મણિરથને પિતાના સગાભાઈના વધ માટેના વિચારો આવ્યા. તેને હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન કહી શકાય યુગબાહના વધ માટે મણિરથ અહનિશ તેનાં છિદ્રો જોયા કરે છે અને જાણે પિતે મકાની જ રાહ જોઈ રહ્યો છે.
આ બાજુ મદનરેખા સગર્ભા બને છે. મદરેખા સ્ત્ર જાત હોવા છતાં અત્યંત ગંભીર હતાં. પિતાના પતિને મણિરથના બદાશયની તેમણે વાત પણ કરી નહિ. નાહક બને ભાઈઓ વચ્ચે વિખવાદ થાય એટલે ખૂબ જ ગંભીરતા ધારણ કરી હતી. મદન રેખાને ચંદ્રયશા નામે મેટી ઉંમરને.