________________
ગિરિરાજનાં આઠ શિખરે
૨૩૩ આપણી સામે વિદ્યમાન નથી. પણ અક્ષરદેહે આજે આપણે સામે વિદ્યમાન છે. ઈતિહાસના ઉજજવળ પાને એ મહાપુરુષોનાં નામ સુવર્ણાક્ષરે લખાઈ ગએલાં છે.
કુમારપાળ મહારાજા અને વસ્તુપાળ, તેજપાળ જેવાના ચરિત્ર પંચ મહાવ્રતધારી શ્રમણ ભગવંતોએ લખ્યાં છે. હવે વિચારી જુઓ કે એ મહાપુરુષો જીવન સુવાસ કેવી મૂકી ગયા છે!પંચ મહાવ્રતધારી જેમના જીવન ચરિત્રો લખવા કલમ ઉઠાવે એ શું નાનીસૂની વાત છે? તમે પણ જીવનમાં એવું કાંઈ કરી છૂટો કે તમારું જીવનચરિત્ર લખવા અમને કલમ ઉઠાવવાનું દિલ થઈ જાય. એ મહાપુરુષોએ કરેલાં શુભ કાર્યો તેમની કીર્તિનાં કળશરૂપ છે, બાકીએ મહાપુરુષોને કીતિ અંગેની લેશ પણ મનમાં અભિલાષા ન હતી. એ મહાપુરુષોએ બંધાવેલાં ભવ્ય જિન મંદિરમાં કે ધર્મસ્થાનમાં કયાંય પ્રાયઃ શિલાલેખ લાગેલા નથી, જ્યારે આજે તેના તેજ જિનમંદિરનો જીર્ણોદ્ધારાદિનાં કાર્યમાં હજાર પાંચસો રૂપિયા આપનારાઓનાં શિલાલેખ લાગી જાય છે કારણ કે તે કાળના મનુષ્યમાં કર્તવ્યની ભૂખ હતી. જ્યારે આ કાળનાં મનુષ્યમાં માત્ર કીર્તિની ભૂખ છે.
દૃષ્ટાંત ભગવાન શ્રી કષભદેવ અષ્ટાપદગિરી પર્વત પર નિર્વાણ પામ્યા બાદ શ્રી ભરત ચકવતિએ એ પર્વત ઉપર ભવ્ય જિન મંદિર બંધાવી તેમાં ચોવીશે જિન ભગવંતોની નિજ નિજ દેહ પ્રમાણે રત્નમય પ્રતિમાં ભરાવેલ હતી. એટલું જ નહિ પિતાના નવ્વાણુ ભાઈ, મરૂદેવી માતા બ્રાહ્મી સુંદરી વગેરે પિતાનાં પરિવારમાં મેક્ષ પામેલા દરેકની રત્નમય પ્રતિમાઓ ભરાવેલ. ભરત ચક્રવર્તિ એ એવા મહાન સુકૃતનાં કાર્યો કર્યા