________________
૨૨૮
મને વિજ્ઞાન
ખામી છે કે દરેક વાતમાં આપણે પશ્ચિમનું અનુકરણ કરવા મંડી પડયા છીએ? આપણી સંસ્કૃતિનું આજે આપણને ગૌરવ નથી. એટલે આપણે આપણી સંસ્કૃતિને દુનિયામાં ઝાંખી પાડી રહ્યા છીએ! સંસ્કારની જે જનેતા તેને સંસ્કૃતિ કહી શકાય, જેટલી મર્યાદા આપણે આપણી સગી જનેતાની સાચવીએ છીએ તેટલી જ મર્યાદા સંસ્કૃતિની જાળવવી જોઈએ.
જમાનાની ફેશન આ કાળમાં સિનેમા અને સહ શિક્ષણે પણ આપણી સંસ્કૃતિના પાયા હચમચાવી મૂક્યા છે. એમ કહીએ તે પણ ચાલે. આ બન્ને અનિષ્ટોની જુવાન માનસ પર ઘણી ખરાબ અસર થાય છે.
જીવનમાં જ્યાં શરૂઆતથી જ સ પેસે છે. પછી તેને કાઢે બહુ ભારે પડી જાય છે. સિનેમા શરૂઆતથી જ માનવીના સંસ્કાર બગાડે છે. એક વાર માનવીના સંસ્કાર બગડ્યા પછી બગડવાનું શું બાકી રહ્યું? છતાં સિનેમા પ્રતિનું આકર્ષણ વધતું જાય છે. હજી બપોરના સમયે વેવિશાળ થયા હોય ત્યાંતો સાંજના સમયે બને સિનેમા જેવા ઉપડી જાય છે. હરવું ફરવું, જ્યાં ત્યાં રખડવું, જે તે ખાવું, નાટક સિનેમા જેવા એતે આ જમાનાની જાણે ફેશન થઈ પડી છે.
ક્યાંથી આમાં માનવીના સંસ્કાર સુધરે, સરકારની અપેક્ષાએ માનવીને આકાશમાં ઉડયન કરવાનું હતું એટલે કે ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું હતું. તેની જગ્યાએ માનવી ભ્રષ્ટાચારની તદ્દન નીચલી ભૂમિકાએ નીચે ને નીચે ઉતરતે જાય છે. આમાં માનવ સમાજને આગળ જતાં ઘણું સહન કરવું પડશે.