________________
૨૦૪
મનોવિજ્ઞાન
અભિમાન સુરાપાન
મદ જીતવે! એ સહેલી વાત નથી. શાસ્ત્રકાર ફરમાવે છે કે મદોન્મત્ત ગજેન્દ્રની જેમ પ્રાણીઓને મદ જીતવે! મહા દુષ્કર છે. ચાર કષાય ચારે ગતિના જીવામાં હેાય છે છતાં શાસ્ત્રોએ તેમાં તરતમતા દર્શાવી છે. નારકેામાં ક્રોધ કષાયની માત્રા અધિક હેાય છે. દેવેામાં લાભ કષાયની માત્રા અધિક હાય છે. તિય ચામાં માયા અધિક હોય છે અને મનુષ્યામાં માન અધિક હેાય છે. માનવીમાં માનની ભૂખ એટલી બધી હાય છે કે જરાક કોઈ માન આપે એટલે માઢુ મલકાઈ જાય અને જરાક કોઈ અપમાન કરે એટલે મે પડી જાય ! જીવનમાં અહુ માનની ભૂખ નહિ રાખવી. યાગીઓ માન અપમાન અન્નેને સમ ગણતા હાય છે અને તેા જ તેઓ જીવનમાં અનુપમશાંતિ અનુભવતા હેાય છે. મહાપુરુષોએ સ્પષ્ટ ફરમાવ્યુ છે કે અભિમાન એ એક પ્રકારનુ સુરાપાન છે, દારૂડિયામાં ઉન્માદ હોય તેમ અભિમાનીમાં અહંકાર હોય અથવા ખાટ! હુંકાર હાય, ખસ દુનિયામાં હું એક જ છું, મારા જેવા બીજો કોણ છે ? દુર્યોધન અને રાજા રાવણનો હુંકાર આવા હતા, પણ તેવા મહાબળવાન કહેવાતા પણ આ ધરતી પરથી આથમી ગયા તેા પછી આ કાળના પામર મનુષ્યા કયા હિસાબે જીવનમાં અહુકાર પોષતા હશે?
જાતિમદને લીધે હીન જાતિમાં થયેલા જન્મ
સામદેવ મુનિ છેલ્લે જાતિમદની આલેચના કર્યાં વગર મૃત્યુને પામીને દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા. દેવભવનુ આયુષ્ય પૂરુ થતાં ત્યાંથી આવીને ગંગા નદીના તટ ઉપર - અલકાટ નામના ચંડાળને ઘેર તેમને જન્મ લેવા પડયા.