________________
ગિરિરાજના આઠ શિખરો
૨૨૧ મેવ કુળમદ પરિહરવા યોગ્ય છે. સારા કુળમાં જન્મેલા હોવા છતાં ઘણા મનુષ્ય આજે પણ પ્રત્યક્ષપણે રૂપવિહીન જોવામાં આવે છે. તેવા મનુષ્ય શરીરની અપેક્ષાએ કાં કુબડા હોય છે તે કાં વામન હેાય છે. કાં તદ્દન બેડોળ આકૃતિવાળા હોય છે કે સ્વરૂપની અપેક્ષાએ તદન વિરૂપ હોય છે. કોઈ પુણ્યના ઉદયે સ્વરૂપવાન પણ હોય છે. સંસારી માત્ર ભિન્ન ભિન્ન પ્રકારના કર્મોદયવાળા હોવાથી સંસારમાં ચોમેર એકલી વિષમતા વ્યાપેલી છે. એકને ત્યાં હાથી ઝૂલતા હોય તો બીજાને ત્યાં વળી ગધેડાં ભૂકતા હેાય. એકને ત્યાં રેડિયા વાગતા હોય તો બીજાને ત્યાં વળી રોકકળ ચાલતું હોય. એકને ત્યાં કુળવંતી નાર હોય તો બીજાને ત્યાં વળી કજીયાળી હોય. અમુક જગ્યાએ વિદ્વાને તત્ત્વની ગોષ્ટિ કરતાં હોય તે અમુક જગ્યાએ દારૂડિયા એક બકવાદ કરતાં હોય. આ રીતે જગતમાં સર્વત્ર વિષમતા છે. એટલા માટે તો શ્રી ભતૃહરિ જેવાને કહેવું પડયું કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય? સંસાર અનંત દુઃખમય હોવાથી વિષમય છે.
કુળમદના ત્યાગ માટેની અપૂર્વ દૃષ્ટિ
સારા કુળમાં જન્મેલા રૂપની અપેક્ષાએ જેમ વિરૂપ હોય. છે તેમ બળની અપેક્ષાએ નિર્બળ હોય છે. કેટલાક મનુષ્ય તે એટલા બધા નિર્બળ જોવામાં આવે છે કે બેઠેલા હોય તો ઊભા ન થઈ શકે અને ઊભા હોય તે મહામુસીબતે બેસી શકે! શારીરિક દુર્બળતાને લીધે તેવા મનુષ્ય કેટલીક વાર જીવનમાં નિરાશાને પણ અનુભવતા હોય છે. બળ કે. પરાક્રમ વીર્યંતરાય કર્મના ક્ષાપશયથી પ્રાપ્ત થાય છે. શ્રતજ્ઞાનથી હીન હોવાથી સારા કુળમાં જન્મેલા હોવા છતાં કેટલાકે તદ્દન મૂખ જેવા હોય છે. કક્કા બારખડીનું પણ