________________
ગિરિરાજના આઠ
શીખો (શિખર બીજું)
મદના આઠ પ્રકારમાં જાતિમદ પછી બીજા પ્રકારમાં કુળમદ આવે છે. જાતિ જેમ માતૃપક્ષ છે, તેમ કુળ એ પિતૃપક્ષ છે, પિતાના વંશને કુળ કહેવામાં આવે છે. જાતિ અંગે મદ કરનારા ભવાંતરમાં જેમ હીન જાતિમાં ઉત્પન થાય છે તેમ કુળ અંગેને મદ કરનાર ભવાંતરમાં અધમ કુળમાં ઉત્પન્ન થાય છે. કેઈ એક જાતિ જેમ કેઈ માટે શાશ્વત નથી તેમ કઈ એક કુળ પણ કઈ માટે શાશ્વત નથી, માટે શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યું હોય તો તે અંગેનું મદ કર્તવ્ય નથી.
જ
નથી.
સંસાર તે વિષમય કે અમૃતમય? કુળમદના ત્યાગ માટે ભગવાન ઉમાસ્વાતિ પ્રશમરતિ ગ્રંથમાં ફરમાવે છે કે,
रूपबलश्रुतमतिशीलविभवपरिवर्जितांस्तथा द्रष्दवा । विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्यः ।।
જગવિખ્યાત એવા વિશાળ અને શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલા સ્ત્રી-પુરુષને પણ કેટલીકવાર રૂપ, બળ, શ્રત, જાતિ શીલ અને વૈભવથી રહિત નિધન સ્થિતિના જોઈને અવશ્ય