________________
૨૧૮
મનોવિજ્ઞાન
ઘણા અને પ્રતિબોધ આ પ્રમાણે મુનિની ધર્મદેશનાં સાંભળીને બધા બ્રાહ્મણ પ્રતિબંધને પામી સમ્યકૃધર્મને અંગીકાર કરે છે. બીજા પણ ઘણાં મનુષ્ય પ્રતિબંધને પામે છે. રાજા પણ એ સમયે ત્યાં આવેલ હતું. તેણે પણ સુપાત્ર દાનની ભૂરિ ભૂરિ અનુમોદન કરી. આ રીતે હરિકેશી મુનિનાં તપ, ત્યાગ અને ચારિત્ર ધર્મનાં પ્રભાવથી ઘણા જ ધર્મને રસ્તે ચડી ગયાં. ધન્ય હો ! આવા તપસ્વી મુનિ પુંગને! આપણાં કોડોનુકોડ વંદન હો આવા મુનિભગવંતનાં ચરણારવિંદમાં! હરિકેશી મુનિ શુદ્ધ સંયમ માર્ગને આરાધી પ્રાંતે કેવલજ્ઞાનને પામી મોક્ષપદને પામ્યા છે. | સર્વ જીવ છે સિદ્ધ સમ જાતિમદ ઉપરનાં વિવેચનમાં આપણે લંબાણથી છણાવટ કરી છે. એમાથી ખાસ વસ્તુએ યાદ રાખી લેવાની કે કોઈ માટે કોઈ પણ જાતિ શાશ્વત નથી. તત્વ દષ્ટિએ કોઈ પણ આત્માઓમાં ઉચ્ચ કે નીચપણુને ભેદ નથી. શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ સર્વે આત્માઓ સિદ્ધ સમાન છે. ઉચ્ચ કે નીચ અંગેના ભેદ છે તે તે કર્મોદય જનિત છે! માટે નબળી જાતિમાં કઈ જમેલાં હોય તે તેમની તરફ મનમાં લેશ પણ તિરસ્કાર આણ નહિ. નબળી જાતિમાં જન્મેલા પણ કેટલીકવાર હરિકેશીની જેમ કામ કાઢી જાય છે અને તેવી નબળી જાતિમાં આપણો આત્મા પણ અનંતીવાર જન્મેલો છે અને કેણ જાણે કેટલીવાર હજી આપણે જન્મવું પડશે !
ગર્વ ગળે તે જ્ઞાન મળે ગર્વરૂપી ગિરિરાજના જે આઠ શિખરે છે તેમાંથી આ. એક શિખર હજી તો આપણે માંડ સર કરી શક્યા, એટલે કે