________________
ગિરિરાજનાં આઠ શિખરે
૨૨૩ શ્રેષ્ઠ કહેવાતા કુળની સ્થિતિ એવી છે કે “સાપ ગયા ને લિસોટા રહ્યા” સારા કુળમાંથી પણ આચાર વિચારની મર્યાદા લપાતી જાય છે. સારા કુળમાંથી પણ સવતને જાણે વિદાય લેવા માંડી છે. આચાર વિચારની પવિત્રતા વિના એકલા કુળની શી કિંમત અંકાવવાની છે. માટે શીલ જેનું અશુદ્ધ છે તેવા મનુષ્યએ કુળ અંગેનું મદ કરવું તદ્દન નિ પ્રયોજન છે, સદાચારથી સંપન્ન એવા શીલવાનને પણ મદ કરવાનું કઈ પ્રોજન નથી. રૂપ, બળ, શ્રત, બુદ્ધિ, વિભાવાદિકના સમુદાયથી અલંકૃત મનુષ્ય તો પોતાના ગુણ સમુદાયથી દુનિયામાં શેભાને પામે છે. તેને વળી મદ કરવાની શી જરૂર છે? ઘરમાં અગરબત્તી સળગતી હોય તો તેની સુવાસ આખાએ ઘરના વાતાવરણમાં એની મેળે પ્રસરી જાય છે, તેમ મનુષ્યનાં જીવનમાં રહેલાં ગુણ સમુદાયની સુવાસ પણ એની મેળે ચોમેર પ્રસરી જાય છે. સાચા હીરાને પિતાના મુખથી કહેવું જ નથી પડતું કે મારુ મૂલ્ય સવા લાખ સેના મહારનું છે. કિંમત આંકનારા ઝવેરી એની મેળે સાચા હીરાની કિંમત આંકી જ દે છે–તેવી રીતે સગુણની સુવાસ દુનિયામાં કયાંય છાની રહેતી નથી. હવા અગીચા પરથી પસાર થઈને આવતી હોય તે હવામાં સુગંધ આવ્યા વિના રહેવાની જ નથી અને ઉકરડાં પરથી પસાર થઈને હવા આવતી હોય તે હવામાં ફુગધ આવ્યા વિના રહેવાની નથી. આજ દૃષ્ટાંત માનવીનાં જીવનમાં રહેલાં સદ્ગુણને લાગુ પડે છે.
માનવીનાં જીવનમાં રહેલાં સદ્ગુણેથી ચોમેર સુવાસ પસરે છે અને દુર્ગુણથી ચોમેર દુર્ગંધ ફેલાય છે. ક્ષમા, - જુતા, નમ્રતા, નિલેભતા, વિવેક વગેરે સદ્દગુણે એટલા અધા મહાન છે કે જેની સુવાસ આગળ કસ્તુરીની સુવાસ પણ કુચા રૂપ છે, માનવીને આજે બહારમાં પ્રતિષ્ઠા મેળવવી છે. પણ