________________
૨૨૨
મને વિજ્ઞાન જ્ઞાન ન હોય એવા તદ્દન નિરક્ષર જેવા હોય છે. મતિની અપેક્ષાએ મતિ મંદ હોવાથી હિતાહિતને પણ નિર્ણય કરી શકતા નથી. અહિતના ત્યાગપૂર્વક હિતમાં પ્રવર્તવું તેને જ હિતાહિતને નિર્ણય કહી શકાય?
સાપ ગયા ને લીસોટા રહ્યા શ્રેષ્ઠ કુળમાં જન્મેલા ઘણા શીલથી પણ ભ્રષ્ટ થયેલા હોય છે. સદાચારને શીલ કહી શકાય? જુગાર, પરસ્ત્રીસેવન, મિથ્યાભાષણ, ચૌર્ય કર્મ અને નિર્દયતાને જે પરિત્યાગ તે જ સદાચાર છે. ધન, ધાન્ય, કનક અને રજતાદિની જે સંપત્તિ તે વૈભવ કહેવાય. અશુભના ઉદયે વિશાળ કુળમાં જન્મેલા મનુષ્ય પણ આ બધા પ્રકારની સંપદાથી વિહીન હોય છે. માટે વિપુલ કુળમાં ઉત્પન્ન થયેલા આત્માઓને પણ રૂપની અપેક્ષાએ વિરૂપ અને ધનની અપેક્ષાએ નિર્ધન જોઈને નિશ્ચયે કરીને કુળ અંગેના ગર્વને પરિત્યાગ કરે જોઈએ.
આગળ વધીને ભગવાન ઉમાસ્વાતિ ફરમાવે છે કે, यस्याशुद्धं शीलं प्रयोजनं तस्य कि कुलमदेन । स्वगुणालंकृतस्य हि कि शीलवतः कुलमदेन ॥
જેનું શીલ અશુદ્ધ છે તેને કુળમદ કરવાનું પ્રજન - શું છે? અને ગુણ સમુદાયથી વિભૂષિત એવા શીલવાનને પણ કુળમદનું પ્રયોજન શું છે? દુરાચારનાં સેવનથી વર્તન જેનું મલિન છે તે માનવી ગમે તેટલું મદ કરે તો તેથી તેની સમાજમાં પ્રતિષ્ઠા વધી જતી નથી. શીલથી ભ્રષ્ટ થએલાં મનુષ્ય ઉલ્ટા ચૌમેર દુનિયામાં અપકીતિને પામે છે, માટે એકલા કુળ તરફનજોતાં શીલ તરફ જવું જોઈએ કે ભલે જન્મ જૈન જેવાંઊંચા કુળમાં મલ્યો છે. પણ મારાઆચાર વિચાર કેવાં છે? આજે