________________
ગિરિરાજનાં આઠ શિખર
૨૧૯ પહેલા જાતિમદ ઉપરનું લંબાણથી વિવેચન પૂરું કર્યું.શિખર સર કર્યું ત્યારે જ કહેવાય કે જ્યારે આટલું વિવેચન સાંભળ્યા પછી જાતિ અંગેનું મદ છૂટી જાય. મદના જે આઠ પ્રકાર છે તે જ ગર્વરૂપી ગિરિરાજના આઠ શિખરે છે જેમ ઉપાધ્યાય, શ્રી યશોવિજયજી મહારાજે ફરમાવ્યું છે તેમ
“આઠ શિખર ગિરિરાજ કે. ઠામે વિમલાલેક, તે પ્રકાશ સુખ કયું લહે, વિષમ માન વલોક”
ગર્વરૂપી ગિરિરાજના આઠ મદરૂપી જે આઠ શિખર છે. તે વિમલાલેક એટલે આત્માને જ્ઞાનરૂપી જે દિવ્ય પ્રકાશ તેની આડા પડેલા છે. વિષમ એવા માન કષાયને વશ પડેલા લોકને વિમલાલેકના દર્શન કયાંથી થઈ શકે. અંદરનો ગર્વ ગળે તો જ્ઞાન મળે અથવા અભિમાન જાય ત્યારે અંદરમાં. જ્ઞાન પ્રગટે છે. જતિમદ, કુળમદ, રૂપમદ, બીમદ વગેરે મદના. આઠ સ્થાન તે જ ગર્વરૂપી ગિરિરાજનાં આઠ શિખરો છે. હિમાલયના શિખરો સર કરવા સહેલાં છે, પણ મદ સ્થાનના આઠ શિખર સર કરવા એ અત્યંત કઠિન છે. છતા બાહુબલિ જેવા મહાપુરુષોના આદર્શને નજર સામે રાખી માનવી જે. પુરુષાર્થ આદરે તો દુનિયામાં કાંઈ કઠિન નથી ! પુરુષાર્થથી દરેક વસ્તુ સિદ્ધ થાય છે. પુરુષાર્થની પ્રચંડ તાકાત સૌના અંતરમાં પ્રગટો એ જ એક મહેછા !
જિક પિતાના માથે દુઃખ આવી પડે ત્યારે માનવી જ દુઃખ તરફ જુએ છે પણ દુઃખના કારણ તરફ જોતો જ નથી. દુઃખનું કારણ પાપ છે. એ કારણ જે નાબૂદ
કરી નાખે તો કઈ પણ કાળે દુઃખ માથે પડે જ નહીં