________________
ગિરિરાજનાં આઠ શિખર
૨૧૭ જિજ્ઞાસા ભાવથી આ રીતે પૂછનારાં બ્રાહ્મણે ઉપર મુનિને અપૂર્વ પ્રભાવ પડે છે. નબળાં કુળમાં જન્મેલાં હરિકેશી મુનિએ પણ સંયમ અંગીકાર કર્યા પછી કેવી અપૂર્વ સાધના કરી હશે? નહિ તો યાજ્ઞિક ઉપર તેમને આટલે બધે પ્રભાવ પડે શેને ? મુનિ યાજ્ઞિકની જિજ્ઞાસા જાણીને શુદ્ધ એવા ભાવયજ્ઞનું સ્વરૂપ વર્ણવતા કહે છે. જીવ એજ યજ્ઞ કુંડ છે. ઉગ્રપણે જે તપ આચરવું તે અગ્નિરૂપ છે અને તેમાં મન વચન, કાયારૂપી કડછી વડે જ્ઞાનને ધ્યાનરૂપી ઘી હોમાતાં અથવા ચારિત્રધર્મનાં શુભ વ્યાપાર રૂપ ઘી હોમાતા તે તારૂપી અગ્નિ પ્રદીપ્ત બને છે. પ્રદીપ્ત બનેલ તારૂપી અગ્નિ આઠ કર્મરૂપી ભાવ ઈધનને તક્ષણમાં બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે અને તે જ વાસ્તવિક ભાવયજ્ઞ છે.
ભાવસ્નાનથી કેવળજ્ઞાન આ પ્રમાણે યજ્ઞનું સ્વરૂપ જાણુને બ્રાહ્મણે સ્નાનનું સ્વરૂપ પૂછે છે. અને મુનિ પ્રત્યુત્તરમાં કહે છે. ધર્મરૂપી દ્રહ છે અને બ્રહ્મચર્યરૂપી શાંતિ તીર્થ છે. દ્રહ એટલે નિર્મળ જળથી ભરેલો કુંડ આધુનિક ભાષામાં જેને હેજ કહેવામાં આવે છે. અહીં ધર્મરૂપી દ્રહ કે જે અહિંસા, સંયમરૂપી જળથી છલોછલ ભરેલું છે અને બ્રહ્મચર્ય કે જેને શાંતિ તીર્થની ઉપમા છે. મિથ્યાત્વરૂપી કાલિમાંથી રહિત અને ચિત્તની પ્રસન્નતારૂપ સારી લેશ્યાવાળું તે દ્રહ શાંતિરૂપી તીર્થ છે. આત્માની શુદ્ધિ માટે દ્રહ અને તીર્થ આવા સ્વરૂપવાળા હોય છે. એમાં સ્નાન કરવું એજ મહાસ્નાન છે. આ રીતના ભાવસ્નાનથી સમગ્ર કર્મમળ દૂર થાય છે અને જીવ કેવલજ્ઞાનને પામી પરંપરાએ મુક્તિરૂપી મંગળ સ્થાનને પ્રાપ્ત કરે છે.