________________
૨૧૬
મનોવિજ્ઞાન
કણ ભજે ? બ્રાહ્મણોનાં આ રીતનાં ઉદ્દગારો પરથી તેમનાં હૃદયનું પરિવર્તન જાણીને મુનિ તેમને પ્રતિબંધ કરવા કહે છે. ધર્મ એકલે બાહ્ય શુદ્ધિમાં જ નથી, પણ ધર્મ આત્યંતર શુદ્ધિમાં છે. કમરૂપી આત્યંતર મળને નાશ કરવાથી આત્યંતર શુદ્ધિ થાય છે. જળસ્નાન વડે આત્યંતર શુદ્ધિ થતી નથી. મહાભારતમાં પણ આ બાબત અંગે સ્પષ્ટ વિધાન છે કે,
समातानदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयामि । तत्राभिषेकं कुरु पांडुपुत्र ! न वारिणा शुध्यति चांतरात्मा ॥
સમતારૂપી નદી જે સંયમરૂપ જળથી ભરેલી છે, સત્યના પ્રવાહમાં જે વહેનારી છે, શીલરૂપી જેને તટ છે અને કરૂણારૂપી જેમાં તરંગે છે એવી સમતારૂપી નદીમાં હે! પાંડુપુત્ર યુધિષ્ઠિર ! તું સ્નાન કર ! જળવડે સ્નાન કરવાથી અંતરાત્માની શુદ્ધિ થતી નથી. આ રીતને ઉપદેશ શ્રીકૃષ્ણ મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરને કરેલ છે.
યજ્ઞનું વાસ્તવિક સ્વરુપ મુનિ આગળ વધીને કહે છે કે તમે જે આ યજ્ઞ માંડેલે છે તેમાં ઘણાં જીવેની વિરાધના હેવાથી તે નિરવદ્ય નથી પણ સાવદ્ય છે. પછી ત્યાં એકત્રિત થએલાં યાજ્ઞિકે તરત મુનિને પૂછે છે અને તે અંગેને ઉલ્લેખ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં બારમાં અધ્યયનમાં આ રીતે કરાએલે છે. कहं चरे मिक्खु वयं यजामा पावाई कम्माई पोल्लयामा ।
હે ભિક્ષ ! અમે કઈ રીતે યજ્ઞ કરીએ અને યજ્ઞ વિધિમાં અમે કઈ રીતે પ્રવતિએ કે જેથી અમારા પાપ કર્મોને નાશ થઈ જાય. હે મુનિ! આપ અમને તે અંગેની વિધિ કહો.