________________
૨૦૨
મને વિજ્ઞાન
હીન જાતિમાં ઉત્પન્ન થવું પડયું છે, તે આખીયે ઘટના: વિરતારથી વર્ણવામાં આવે છે.
પૂર્વકાળમાં શંખ નામે એક રાજા હતા. તેઓ મથુરાનગરીનાં રાજવી હતા. ગુરુ ભગવંતને સુગ મળી જતાં શંખરાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગીતાર્થ થયા. વિહાર કરતાં કરતાં એકવાર શંખરાજર્ષિ હસ્તિનાપુર નામે નગરમાં પધાર્યા. બહાર ઉદ્યાનમાં સમવસર્યા છે. મધ્યાહ કાળના સમયે રાજર્ષિ ભિક્ષા નિમિત્તે શહેરમાં પ્રવેશ કરે છે. પણ માગ નહિ જાણવાથી તેમણે સોમદેવ નામેં બ્રાહ્મણને ગૃહસ્થાનાં ઘર તરફને માર્ગ પુછયે. આ સોમદેવ એ જ હરિકેશીને જીવ છે.
એ નગરમાં અમુક એક એવી શેરી હતી કે જે શેરીને માર્ગ ઉનાળાના તાપથી તપેલા લેઢાની જેમ અત્યંત ઉણ રહેતે ! તે શેરીમાં કઈ પણ મનુષ્ય ઉઘાડા પગે ચાલી શકતા નહિ! ઉપદેશમાળાની ટીકામાં તે ત્યાં સુધીની વાત. આવે છે કે એ માર્ગ કેઈ વ્યંતરથી અધિષ્ઠિતહતે. અજાણે માણસ તે શેરીમાં ચાલે છે તે તરત જ ભુંજાતા ચણાની જેમ ઉછળીને મૃત્યુને પામી જતો. આજે પણ શહેરમાં ડામરના રસ્તા એવા તપી જાય છે કે બપોરના સમયે પગ ન. મૂકી શકાય. સોમદેવ શંખમહર્ષિને તે શેરીને રસ્તો ચીધી દે છે. મુનિ તરફના દ્વેષથી તેણે મનમાં વિચાર કર્યો કે આ સાધુ ભલે આ માર્ગમાં જઈને બળી મરે ! મને ડીવાર કૌતુક જોવા મળશે. મુનિ પણ તે જ માર્ગે ચાલ્યા? મુનિ ભગવંતના પાદસ્પર્શના કોઈ અલૌકિક પ્રભાવથી તે માર્ગ જળ કરતાં પણ વધારે શીતળ થઈ ગયે. ધીમે ધીમે ઈસમિતિના પાલનપૂર્વક મુનિને એ રસ્તેથી શાંતિથી પસાર થઈ જતા જોઈને પુહિતનાં મનમાં આશ્ચર્યને કઈ પાર ન