________________
૨૦૦
મનોવિજ્ઞાન તીવ્ર મેહના ઉદયે એકેન્દ્રિયપણુની પ્રાપ્તિ
જાતિમદ અંગેની બીજી ગાથામાં ભગવાન ઉમાસ્વાતિ ફરમાવે છે કે,
नैकाज्जातिविशेषानिन्द्रियनिर्वृत्तिपूर्व कान्सत्त्वाः । कर्मवशाद्रच्छन्त्यत्र कस्य काशाश्वता जातिः ॥
જીવાત્માઓ કર્મના વશથી ભિન્ન ભિન્ન પ્રકારની ઈન્દ્રિની રચના પૂર્વક જુદી જુદી જાતિઓમાં ઉત્પન્ન થાય છે.
હવે આમાં કોની કઈ જાતિ શાશ્વત જાણવી?નામકર્મની પ્રકૃતિઓમાં જાતિનામ કર્મની પાંચપ્રકૃતિઓ છે. તેમાં એકેન્દ્રિય જાતિનામ કર્મ, બેઈન્દ્રિ જાતિ નામકમ, તેઈન્દ્રિય જાતિ નામકર્મ, ચઉરિન્દ્રિય જાતિ નામકર્મ, અને પંચેન્દ્રિય જાતિ નામકર્મ. આમાં ફક્ત પંચેન્દ્રિય જાતિનામકર્મની ગણના શુભ પ્રકૃતિમાં છે. બાકીની જાતિ નામકર્મની ચારે પ્રકૃતિની ગણના અશુભમાં છે. એટલે પાપ પ્રકૃતિમાં ગણના છે. જાતિ નામકર્મનાં ઉદયે જે ગમે તે એક જાતિમાં ઉત્પન્ન થાય છે. પુણ્યના ઉદયે એવો પચેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. મેહનીય કર્મને તીવ્ર ઉદયકાળ વર્તતો હોય અને જીવનમાં મહાભયંકર અજ્ઞાન વર્તતું હોય અને અશાતારૂપ વેદનીયકર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે જ જીવે એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે. ભૂષણ, ઉદ્યાન, વિમાન અને વાપિકા વગેરેમાં તીવ્ર પણે મૂછભાવને પોષનારા દેવે પણ ઘણી મોટી સંખ્યામાં દેવનિકાયમાંથી ચવીને પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થાય છે. પરિગ્રહાદિમાં મૂભાવને પિષનારા અને ઈન્દ્રિયોને દુરુપયેાગ કરનારા મનુષ્ય પણ ભવાંતરમાં એકેન્દ્રિયપણું અથવા વિકલેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. મળેલી વસ્તુને સદુપયોગ કરી જાણવો એમાંજ ખરી