________________
ગિરિરાજનાં આઠ શિખર
૨૦૭ આરાધના આરાધનાનું ફળ આપે છે. પૂર્વે ચારિત્રધર્મની વિરાધના કરેલી એટલે ચંડાઇને ત્યાં જન્મ લેવો પડે અને આરાધના પણ કરેલી એટલે નબળી જાતિમાં જન્મેલાં હોવા છતાં તરત ચારિત્ર ઉદયમાં આવી ગયું ! તમે બધા ઉચ્ચ -જાતિમાં જન્મેલા તો આ વાત સાંભળીને આભા જ બની ગયા લાગે છે.
તપને અપૂર્વ પ્રભાવ ચારિત્ર અંગીકાર કર્યા પછી હરિકેશ મુનિ છઠ્ઠ–અડ્રમાદિ ઉગ્ર તપ તપે છે. તપ એવું ઉગ્ર તપે છે કે તપના પ્રભાવે દેવો પણ તેમનું સાંનિધ્ય કરવા લાગ્યા ! વિહાર કરતાં વારાણસી નગરીનાં તિંદુક વનમાં સિંદુક્યક્ષના મંદિરમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં માસક્ષમણનું તપ કરીને સ્થિત રહ્યા છે.અને યક્ષ પણ તે મહામુનિના તપના પ્રભાવથી રંજિત થઈને મહામુનિની ઉપાસના કરવા લાગ્યા. હવે વિચારી જુઓ તપના પ્રભાવથી યક્ષ પણ જ્યારે મહર્ષિને પરમ ઉપાસક બની ગયે. આ તપનો પ્રભાવ જેવોતે છે? સગા દીકરા આજે તમારી સેવા કરતા નથી. જ્યારે આ યક્ષ સેવામાં ખડે પગે ઊભું રહે છે, હવે આમાં એકાંતે જાતિ કે કુળની કયાં પ્રધાનતા રહી દુનિયામાં ખરી પ્રતિષ્ઠા ગુણની છે–સંયમધર બનેલાં હરિકેશી મુનિની ભૂમિકા છઠ્ઠા સાતમા ગુણઠાણાની છે. છઠું સાતમે ગુણઠાણે નીચ ગાત્ર ઉદયમાં રહેતું નથી. પૂ. વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં આ ઘટના અંગે ઘણી સુંદર શૈલીમાં ઉલ્લેખ કર્યો છે.
હરિકેશી ચંડળે જાયા, સંયધર મુનિરાયા રે, નીચત્ર ઉદયેથી પલાયા, ઉંચ કુળે શ્રુત ગાયા રે અક્ષતપૂજા ગોધુમકેરી નીચગોત્ર વિખેરી રે”