________________
૨૦૮
મને વિજ્ઞાન હરિકેશી સંયમધર બન્યા એટલે નીચેગોત્ર ઉદયમાં ન રહ્યું અને શાસ્ત્રોમાં છઠ્ઠા સાતમાં ગુણસ્થાનકે રહેલાં મુનિભગવંતને ઉચ્ચગોત્રના ઉદયવાળા કહ્યાં છે. આગળ જતાં હરિકેશી મુનિનાં જીવનમાં એક અનોખી ઘટના બને છે, વાણારસી નગરીના રાજાની પુત્રી સુભદ્રા પૂજાની સામગ્રી લઈને પોતાની સખીઓની સાથે યક્ષરાજની પૂજા કરવા નિમિત્તે તિંદુયક્ષનાં ચૈત્યમાં આવી.
અજ્ઞાનને લીધે રાજકન્યાએ મુનિની કરેલી ઘેર
આશાતના
ચૈત્યમાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા મુનિને જોઈને તે રાજકન્યા મુનિની હેલના કરે છે : અરે! આ પ્રેત જે અહીં કેણ ઊભે છે? સખીઓને કહે છે આની કાયા તે જુઓ એકલા મળથી મલિન બનેલી છે, મુનિ સમક્ષ જોઈને તે રાજકન્યા શું શું કરે છે. મુનિઓ દ્રવ્ય (પાણીથી સ્નાન કરનારા હોતા નથી. બ્રહ્મચર્યરૂપી ભાવનાન કરનારા હોય છે. રાજકન્યા સુભદ્રા મુનિ પદના સ્વરૂપ અંગેના જ્ઞાનથી તદન અજ્ઞાન છે. એટલે ઘોર આશાતનાનું પાપ તેણે વહારી લીધું. ત્યાં તે યક્ષ એકદમ કોપાયમાન થઈ જાય છે. અરે ! આ રાજકન્યા ઘોર દુષ્કર્મ કરનારી છે. સુર અને અસુરથી વંદિતા એવા તપસ્વી મહામુનિની આણે આશાતના કરી છે. તેથી કરીને અવજ્ઞાનું ફળ આને તરતમાં જ બતાવી. આપું અને યક્ષ તેણીના શરીરમાં પ્રવેશ કરે છે.. વળગાડ વળગતા શરીરની જે હાલત થાય તેવી હાલતમાં રાજ કન્યા મૂકાઈ જાય છે. તે શરીર ઉપર કાબૂ ગુમાવી નાંખે છે. અને જોરજોરથી બકવાટ શરૂ કરી દે છે. તેની સાથે આવેલી