________________
૨૦૬
મનોવિજ્ઞાન માટે મારે છે? આ સપકેઈને વિષબાધા કરે તેવું નથી. કારણ કે તે નિર્વિષ છે– વિષ વગરને છે. એટલે કે તેને વધ કર્યો. હરિકેશી પૂર્વનાં આરાધક અને હળુકમી હોવાથી - આ દ્રશ્ય જોઈને વિચારે છે કે આ જીવ પોતાના કામથી દુ:ખી થાય છે. હું તોફાની હોવાથી મારા મિત્રોએ પિતાના સર્કલ માંથી મારી હકાલપટ્ટી કરી તેમાં કેઈને દોષ નથી. જીવે ઉદયમાં આવેલા પોતાના કર્મો ભેગવી લેવાના છે. તેમાં બીજા કઈ પર આકાશ શા માટે કરવો જોઈએ. સુખ દુઃખનું મૂળ કારણ પોતાનો આત્મા છે, સગુણનાં સમુદાયથી આ જીવ સુખી થાય છે અને દુર્ગુણથી દુ:ખી થાય છે. ઝેરીલા નાગને લોકોએ મારી નાખ્યો. પણ બીજા સપને ન માર્યો, કારણ કે તે નિર્વિષ હતો ! તેમ આ જગતમાં પણ વિષયરૂપ કાતિલ ઝેરવાળા મનુષ્ય જ મૃત્યુને પામે છે. જેઓ સંયમી છે અને વિષયરૂપ વિષથી રહિત છે તેઓ ધન્યવાદને પાત્ર છે. આ પ્રમાણે ચિંતવતા હરિકેશીના અંદરના ચક્ષુ ઉઘડી જાય છે અને જન્માંતરના ભાવેને જણાવનારૂં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પોતાના પૂર્વભવને સ્પષ્ટતયા જ્ઞાનરૂપી દર્પણમાં તેમણે જોઈ લીધું અને વિચારે છે કે પૂર્વભવમાં સેમદેવના ભવમાં ચારિત્રનું પાલન કર્યું પણ જાતિમદ કરવાથી મારો જન્મ હલકી જાતિમાં થયેલ છે. હવે આ ભવમાં નિરતિચારપણે ચારિત્રનું પાલન કરીને અધૂરી રહેલી સાધના માટે પુરી કરી લેવી છે.
પૂર્વની આરાધના આ ભવમાં જરૂર કામ લાગે
એટલામાં હરિકેશીને કેઈ મહાન ગુરુને ભેટો થાય છે. અને ગુરુ ભગવંતના શ્રીમુખેથી જિનવાણી સાંભળીને હરિકેશી ચારિત્ર અંગીકાર કરે છે. વિરાધના વિરાધનાનું ફળ આપે તે