________________
ગિરિરાજનાં આઠ શિખરો
૨૧૩ ઘણાં બ્રાહ્મણે એકત્રિત થયેલાં હતાં. કુશલ યાજ્ઞિક યજ્ઞ વિધિ કરવા લાગ્યાં અને એકત્રિત થયેલાં બ્રાહ્મણને જમાડવા માટે પુષ્કળ પ્રમાણમાં ભેજનસામગ્રી બનાવવામાં આવી છે. તે જ સમયે હરિકેશી મુનિ કે જેમની માસક્ષમણની તપશ્ચર્યા પૂર્ણ થએલી છે, એટલે નિર્દોષ આહાર, પાણીની ગવેષણ કરવા નિમત્તે તે જ યજ્ઞમંડપમાં દાખલ થયાં. મુનિને જોતાં જ જાતિ અંગેના મદથી મદોન્મત્ત બનેલાં બ્રાહ્મણો મુનિને તિરસ્કાર કરે છે અને મુખમાંથી વચને એવા ઉચ્ચારે છે ? અરે! આ મળથી મલિન ગાત્રવાળે, નિંદ્યશને ધારણ કરનાર, યજ્ઞમંડપને મલિન કરવા કેણ આ બાજુ આવી રહ્યો છે? તે વખતે યજ્ઞમંડપની સમીપમાં આવેલાં હરિકેશી મુનિએ તો નિર્દોષ ભિક્ષાની બ્રાહ્મણ પાસે યાચના કરી! તે સાંભળીને બ્રાહ્મણોએ કહ્યું કે યજ્ઞમંડપમાં તૈયાર કરેલું આ અન્ન પવિત્રમાં પવિત્ર છે. શુદ્ર કરતાં પણ અધમ એવા તને આ અને કેમ અપાય? આ અને જે બ્રાહ્મણોને જમાડવામાં આવે તે સહસ્ત્રગણું પુણ્ય થાય અને તારા જેવાને જે આપી દેવામાં આવે તે રાખમાં ઘી ઢળવા જેવું થાય. બસ મદોન્મત્ત પણું આને કહેવામાં આવે છે. આ બિચારાઓને લેશ પણ માર્ગમાં સ્થિત મહાપુરુષની એગ્યતાની પિછાણ નથી. ઘોર અજ્ઞાનને લીધે મહાવ્રતધારી મહામુનિની હેલના કરી રહ્યા છે.
આગળ વધીને મુનિને કહે છે તું અહીંથી ચાલ્યા જ. અહીં શા માટે ઊભે છે? મુનિની આ પ્રમાણે હેલના થતી જોઈને હિંદુક્યક્ષ ફરી મુનિનાં શરીરમાં પ્રવેશ કરીને બ્રાહ્મણોને કહે છે. તમે મને પૂછે છે કે તું કેણ છે? સાંભળે, હું મારી તમને ઓળખાણ આપું. હું શ્રમણ તપસ્વી સવ સાવદ્ય વ્યાપારથી વિરમેલ, અહિંસા, સત્ય બ્રહ્મચર્યાદિ મહાવ્રતને ધારણ કરનારે, પરિગ્રહાદિને ત્યાગી જૈન શ્રમણ નિગ્રંથ છું.