________________
ગિરિરાજનાં આઠ શિખરે
૨૦૫: પૂર્વભવમાં જાતિમદ કરીને નીચગોત્ર કર્મ ઉપાર્જન કરેલું એટલે પંચેન્દ્રિય જાતિ નામકર્મને ઉદયે ભલે પંચેન્દ્રિયપણ પામ્યા પણ નીચગોત્ર કર્મના ઉદયેહલકી જાતિમાં તેમને જન્મ થયે. ઉચ્ચગોત્ર અને નીચત્ર આ ગોત્રકર્મની બે ઉત્તર પ્રકૃતિ છે. પૂર્વે ઉચ્ચ ગોત્ર બાંધેલ હોય તે સારી જાતિમાં જન્મ મળે છે. સ્વલાદ્યા, પરનિંદા અને મદ કરવા વડે કરીને નીચત્ર કર્મ ઉપાર્જન કરેલું હોય તે પંચેન્દ્રિય જાતિ નામ-કર્મના ઉદયે ભલે પાંચે ઈન્દ્રિયની પૂર્ણતાને પામે પણ જન્મ હીન જાતિમાં થાય છે. પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ પિતાને પ્રભાવ બતાવ્યા વિના રહે નહિ. બધી બાજુથી શભને ઉદયકાળ તો કેઈકને જ હોય છે. અમુક શુભ પ્રકૃતિએને ઉદયકાળ વર્તાતે હોય તે બીજી બાજુ અમુક અશુભને પણ ભેગે ઉદય ચાલતું હોય! એટલે હરિકેશી જેવા પૂર્વભવની અપેક્ષાએ સંયમધર મહાત્માને પણ હલકી જાતિમાં જન્મ લેવો પડ્યો. કમને કયાં કેઈની શરમ છે! હરિકેશી ગર્ભાશયમાં હતા ત્યારે તેમની માતાએ લીલારંગનો આંબે સ્વપ્નમાં જોયેલો એટલે તેમનું નામ હરિકેશીબળ પાડવામાં આવ્યું ! નાનપણમાં હરિકેશી જરા ખૂબ તોફાની હતા. વસંતોત્સવમાં એકવાર બાળકની સાથે ક્રીડા કરતાં બીજા બાળકોની તેમણે તર્જના કરી એટલે બધા બાળકોએ મળીને તેમને પોતાના મંડળમાંથી હાંકી કાઢ્યા !
સદગુણથી સુખ અને દુર્ગુણથી દુઃખ
એટલામાં એક સર્ષ નીકળે. તે ઝેરી હોવાથી બધા. લકોએ મળીને તે સર્વને મારી નાખે. તેટલામાં વળી એક બીજે સર્પ નીકળે. તેને પણ લેકે મારવા તૈયાર થયા, પણ એટલામાં ત્યાં બેઠેલા વૃદ્ધોએ કહ્યું કે આ સર્પને તમે શા.