________________
૨૧૦
મનોવિજ્ઞાન ન છૂટે. સંતને સંતાપનારાં શાતા કયાંથી પામવાના છે? આગળ વધીને યક્ષ કહે છે હવે આ કન્યાને તે જ મુનિને જો આપી દેવામાં આવે તે જ તેની આ દુ:ખમાંથી મુક્તિ થશે. એ સિવાય બીજે કઈ દુઃખમુક્તિને ઉપાય નથી. યક્ષે આ જે શરત મૂકી તે ફક્ત રાજકન્યાના રૂપ અંગેના મદને ઉતારવા માટે હતી. બાકી યક્ષ સારી રીતે જાણતો હતો કે મુનિ ભગવંત કોઈ કાળે કન્યાને ગ્રહણ કરવાના નથી ! રાજાએ યક્ષની વાત કબૂલ રાખી પિતાની પુત્રી રાજાને ખૂબ જ પ્રિય હોવાથી રાજાની ઈચ્છા તેને કઈ પણ ભેગે દુઃખમાંથી મુક્તિ અપાવવાની હતી. કન્યા જીવતી હશે તો કયારેક તેણીનું મુખ જોવા મળશે. રાજાએ ચક્ષનું વચન અંગીકાર કર્યું. એટલે રાજકન્યાચંદ્રકળાની જેમ ફરી પાછી પોતાના મૂળ સ્વરૂપને પામી ગઈ.
જગતને જેમાં મેહ તેમાં મુનિ નિમેહ
રાજાની આજ્ઞાથી તે રાજકન્યા પરિવાર સહિત યક્ષના ત્યમાં મુનિ ભગવંતની સમીપે પહોંચી જાય છે. મુનિને પ્રણામ કરીને કહે છે હે મહર્ષિ! આપના હાથવડે આપ મારા હાથને ગ્રહણ કરે! આપ મારી સાથે પાણિગ્રહણ કરે. હું આપની સમક્ષ સ્વયંવરા થઈને આવી છું. પ્રત્યુત્તરમાં મુનિ કહે છે હે ભદ્રે ! મુનિઓ કનક-કાંતાના સંગથી રહિત હોય છે. નિઃસંગતા એજ મુનિપણાનું ખરૂં ભૂષણ છે. મુનિભગવંતે સ્ત્રીનાં શરીરને સ્પર્શ પણ કરનારા હોતા નથી, તે પછી તેમની સાથે પાણિગ્રહણ કરવાની તો વાત જ ક્યાં કરવાની રહી! કેટલી મુનિભગવંતની નિસ્પૃહતા છે. આખા જગતને જેમાં મેહ તેમાં મુનિ નિર્મોહ. આ કાંઈ રમત વાત નથી. આઠ કર્મમાં ભારેમાં ભારે મેહનીય કર્મ છે. આથી જ તેને જીતી લેનારાં મુનિભગવંતને જ શાસ્ત્રકારેએ મેરૂસમધીર અને