________________
મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ). અંકુશમાં રાખવાથી સર્વ બાજુથી બંધાતા નવા કર્મો પણ રેકાઈ જાય છે, અને મનને જેઓ નિરોધ કરી શકયા નથી તેવા મનુષ્યોને તેનાં તે કર્મો વૃદ્ધિને પામે છે.
તે પંડિત કે મૂખ અને એક સમાન
મનની શુદ્ધિ એ તે ન બુઝાય તેવી મોક્ષમાર્ગને દેખાડનારી સાક્ષાત્ દીપકા છે. જે મનની શુદ્ધિ હોય તે સત્તામાં રહેલાં ગુણો પણ પ્રગટે છે અને મનની શુદ્ધિ વિના પ્રગટેલાં ગુણો ઉલ્ટા અવરાઈ જાય છે માટે પૂ. આચાર્ય હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે
तथावश्यं मनः शुद्धिः कर्तव्या सिद्धिमिच्छता, तपश्रुतयमप्राय:, किमन्यः कायदण्डनैः ॥
માટે મોક્ષપદની ઈચ્છા રાખનારા દરેક મુમુક્ષુએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. કારણકે મનની શુદ્ધિ વિના તપ, જપ, ચમનિયમાદિનું જે પાલન છે તે કેવળ દેહને દંડ આપવા રૂપ છે. મનમાં રહેલાં વેરઝેર, રાગદ્વેષ, કામક્રોધાદિનાં નબળાં સંસ્કાર નાબૂદ કરી નાંખવા અથવા છેવટે એ સંસ્કારને નબળાં પાડી દેવા તે જ અત્યંતર શુદ્ધિને અમેઘ ઉપાય છે, મનની શુદ્ધિ માટે અંદરના રાગ દ્વેષાદિને ત્યાગ કરવો જોઈએ, જેથી મલિનતાને ત્યાગ કરીને આત્મા પોતાનાં શુદ્ધ સ્વરૂપમાં સ્થિત બને. પાણી ડહોળાયેલું અને મલિન હોય ત્યાં સુધી તળ ભાગમાં રહેલી વસ્તુનાં દર્શન ન થાય તેમ મન અંદરથી ડામાડોળ હોય ત્યાં સુધી અત્યંતર જાતિનાં દર્શન ન થાય મન સ્થિર થાય ત્યારે જ સ્પષ્ટ દર્શન થાય છે. કેઈ મહાત્માએ કહ્યું છે.