________________
૧૩૮
મને વિજ્ઞાન: પરંતુ કેટલાકે તનની અપેક્ષાએ નિરોગી હોય છે પણ મનનાં રોગિષ્ટ હોય છે. કેઈના અંગેની સારી વાત સાંભળી ન શકે. એ બધાં માનસિક રેગનાં પ્રકારે છે. પિતાના પ્રતિસ્પર્ધિની પણ પ્રશંસા સાંભળીને જ્યારે મનમાં પ્રદ થાય અને તેની નિંદા સાંભળીને મનમાં દુઃખ થાય. ત્યારે સમજવું કે જીવનમાં ખરી ધર્મભાવના પ્રગટી છે.. ધર્મની ભાવનાવાળે અંતરથી કેઈની તરફ દુશ્મનાવટ રાખેજ નહિ. છતાં અજ્ઞાન દશાને લીધે કોઈ બીજા મનુષ્ય તેની તરફ દુશ્મનાવટ રાખતા હોય તો તેઓનું પણ તે મનથી ખરાબ ચિંતવે નહિ. જીવનમાં ધર્મની પ્રવૃત્તિ આવવી સહેલી છે, પણ ધર્મની પરિણતિ આવવી કઠીન છે. અંદરથી ચિત્તની વિશુદ્ધિ થાય ત્યારે જ ધર્મની પરિણતિ આવે છે, જેને બીજા શબ્દોમાં ધર્મની લેશ્યા કહેવામાં આવે છે. તેવા જીવો જ ખરી નિર્જરા સાધી શકે છે. અંતરની શુદ્ધિ વિના ગમે તેટલો. ધર્મ કરવામાં આવે તેનાથી કદાચ પુણ્ય બંધાશે પણ નિર્જરા. નહિ સાધી શકાય. અને પુણ્ય પણ ઊંચા પ્રકારનું નહિ બંધાય. સકામ નિર્જરાથી જ ભવને અંત આવે છે. બાકી પાપની જેમ પુણ્ય પણ જીવને સંસારમાં રખડાવનારૂં છે. ફકત. પુણ્યાનું બંધી પુણ્યની અપેક્ષાએ પુણ્યને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જીવની મુકિત તે પુષ્ય ને પાપ ઉભયના ક્ષયથી થાય છે.
પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષ માર્ગમાં વેળાવારૂપ છે. છેલ્લે તે એ પણ ખપી જાય છે. પરંતુ માર્ગમાં જીવને એ બાધાકારી નથી, પણ સહાયકારી છે. મારવાડના અમુક પ્રદેશમાં મેણા જ્ઞાતિની વસ્તિ આવે છે. તે પ્રદેશમાંથી વિહારમાં પસાર થતા અમારે સાધુઓને પણ તે જ્ઞાતિને વળાવિયે. લેવો પડે છે. નહિ તો તેઓ અમને પણ રસ્તામાં લૂંટીલે. અમારી પાસે બીજું શું હોય? કપડાં તૂટલે. તેમ પુણ્ય પાપ બને