________________
૧૬૮
મને વિજ્ઞાન સમ્યગ્દર્શન એ આત્મશાંતિને પરમ અમેઘ ઉપાય છે, અને તે જ મોક્ષનું પરમ બીજ છે. સમ્યક્દર્શનમાં જે આત્મિક આનંદ આપવાની તાકાત છે તેવી તાકાત દુનિયાના સર્વ ભૌતિક સુખના સાધનમાં એ નથી. આત્માના તો તેવા અનંત ગુણે છે, અને તે અનંત ગુણનું ભાજન આત્મા છે કારણ કે વસ્તુ માત્ર અનંત ધર્માત્મક છે. આત્માના એક ગુણમાં અનંત શાંતિ આપવાની તાકાત છે ત્યારે આત્માના સર્વ ગુણસમુદાયની તાકાત તે કેટલી હશે? આવા મહાન અભુત અનંતગુણના સમુદાયરૂપ આત્માના એક સમ્યફદર્શન ગુણનું સ્વરૂપ ત્રીજી ગાથામાં કહી ગયા હવે ચોથી ગાથામાં સમ્યક્દશનની પ્રાપ્તિ કેવા પ્રકારના પવિત્ર આલંબનથી થાય તે વર્ણવે છે. જીવને સમ્યકત્વની પ્રાપ્તિ નિસર્ગ અને અધિગમથી થાય છે. કોઈપણ પ્રકારના બાહ્ય આલંબન વિના નિસગપણે (સ્વાભાવિકપણે) સમ્યગદર્શનની જીવને પ્રાપ્તિ થાય તે નિસર્ગદર્શન છે. જીવની હળુકમીતાને લીધે કોઈપણ શુભ નિમિત્તના આલંબન વિના પણ મિથ્યાત્વને ક્ષોપશમ થઈ જતા જીવને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ જાય છે.
બીજા પ્રકારમાં અધિગમથી જીવને સમ્યદર્શનની પ્રાપ્તિ થાય છે. જિનપ્રતિમા, ગુરુ મુખેથી જિનવાણીનું શ્રવણ વગેરે શભ નિમિત્ત છે. આ સ્તવનની ચોથી ગાથામાં શ્રીમાન આનંદ ઘનજી સદ્ગુરુના આલંબનની વાત કરે છે અને ફરમાવે છે કે સમ્યક્દર્શનથી વિભૂષિત આગમધર સારભૂત એવી સંવરની ક્રિયા આચરવાવાળા અને ગુરુ પરંપરાના સંપ્રદાયથી પ્રાપ્ત થયેલી શુદ્ધ સમાચારને આચરવાવાળા, પરિચયમાં આવનાર કેઈપણ આત્માને પિતાના સ્વાર્થ ખાતર નહિ છેતરનારા અને પવિત્ર એવા સ્વાનુભવરૂપી જ્ઞાનના પરમ આધારભૂત એવા પરમ સદ્ગુરુ હોય છે. જેથી ગાથાના પૂર્વાર્ધમાં જે સગુરુના ત્રણ