________________
શાંતિને સંદેશ
૧૮૯. પોતાની પ્રભુતાનુ પિતાને ભાન થતા નિકળેલ ઉદગાર:
હવે તેરમી ગાથામાં પિતાને જ જાણે નમન કરવાનું ન કહેતા હોય તેમ કહે છે કેઃ
અહો ! અહો ! હું મુજને કહું,
નમે મુજ નમો મુજ રે; અમિત ફલ દાન દાતારની,
જેહની ભેટ થઈ તુજ રે...શાંતિ. ૧૩
અહો ! અહો! હું મુજને કહું” ગાથાની શરૂઆતનું આ વચન અત્યંત આખુલ્લાલ્ દશક છે. પ્રભુનાં શ્રીમુખેથી ઉપદેશ સાંભળીને અંતરાત્મભાવને. પામેલા ગીરાજ પિતાના આત્માને ધન્ય માને છે અને. પ્રભુની તુલ્ય પિતાની પ્રભુતા જણાવવાથી અંતરમાં અત્યંત. આલ્હાલૂ લાવીને કહે છે કેઃ
નમે મુજ નમે મુજ રે મને નમન હો! મને નમન થાઓ ! કારણ કે નિશ્ચયનયથી હું પણ પરમાત્મા છું. - ધર્મસંગ્રહણી વગેરે શાસ્ત્રોમાં વર્ણવાએલાં અનાદિ પરિણામિક ભાવની અપેક્ષાએ આત્માકારણ પરમાત્મા તો છે જ અને તેને પરમાત્માના દર્શનથી પિતાની આત્મસત્તાનું ભાન થતાં કાર્ય પરમાત્મા થતાં કેટલીવાર લાગવાની છે? માટે કહે છે “મને નમન હો નમન હો” કારણ કે આજે મેક્ષરૂપી અમૃતફળ આપનાર પ્રભુનો મને મેળાપ થયેલ છે. અને મારી પ્રભુતાનું મને ભાન થયું છે. તેથી હું પણ નમવા ગ્ય. છું. જેને પોતાની પ્રભુતાનું ભાન થાય તે શુદ્ધ આત્મપણું પામે જ છે અને તેથી તેની દીનતા દૂર થઈ જાય છે.