________________
૧૯૪
મનોવિજ્ઞાન
કર્મને યોગ પણ અનાદિથી છે. હવે એટલા કાળમાં તો કેટલાય જન્મ મરણ આ જીવે કર્યા છે.
સંસારભાવનામાં સ્પષ્ટતયા મહાપુરુષે ફરમાવે છે કે આખાએ કાકાશમાં એક વાળનાં અગ્રભાગ જેટલી પણ જગ્યા બાકી રહી નથી, જ્યાં આ જીવે અનંતીવાર જન્મ મરણન કર્યા હાય! અનાદિથી જ્યાં આ જીવ જન્મ મરણના ચકાવે ચડેલો છે ત્યાં કઈ પણ આકાશ પ્રદેશ એ કયાંથી બાકી રહ્યો હોય કે જે જીવના જન્મ મરણથી ન સ્પર્શાએલો હોય? તે રીતે દરેક જાતિ અને કુળમાં પણ જીવ અનંતીવાર જન્મમરણ કરી ચુકેલે છે માટે ગમે તેવી ઉત્તમ જાતિ કે કુળમાં આ ભવમાં જન્મ થયો હોય છતાં તે અંગેનો મદ કરવાગ્ય નથી.
શ્રેષ્ઠ જાતિમાં ધર્મ સામગ્રીની સુલભતા
આઠેઆઠ મદ ઉપર શ્રી પ્રશમરતિ પ્રકરણમાં લાક્ષણિક શૈલીમાં વ્યાખ્યાઓ અપાએલી છે. તેમાં જાતિમદ અંગેની વ્યાખ્યામાં પ્રશમરતિ શાસ્ત્રમાં ભગવાન ઉમાસ્વાતિએ ફરમાવ્યું છે કે,
ज्ञात्वा भवपरिवर्ते जातीनां कोटीशतसहस्त्रेषु । हीनोत्तममध्यत्वं को जातिमद बुधःकुर्यात् ॥
સંસારમાં પરિભ્રમણ કરતા જીવને લાખો કરોડો જાતિમાં હીન ઉત્તમ કે મધ્યમપણું પ્રાપ્ત થાય છે. એ સ્વરૂપે હકીગત જાણુંને કેણ એવે સમજુ માણસ હોય કે જે જાતિને મદ કરે? જાતિએ માતૃપક્ષ કહેવાય છે અને કુળ એ પિતૃપક્ષ કહેવાય છે. જીવને પુણ્યોદયે શ્રેષ્ઠ જાતિમાં જન્મ મળે છે, યણ એટલાથી જાતિ અંગેને મદ પિષવાને હેતે નથી.