________________
શાંતિના સંદેશ
૧૮૭*
આ બન્ને ગાથાએ તદ્દન મળતી આવે છેઅને ગાથાઓના ભાવા આ મુજબ છે કે, આત્મા પરિણામી હાવાથી ચૈતન્ય પિરણામવાળા છે અને તેની ચેતના, જ્ઞાન, કમ અને કમ ફળ આ ત્રણ પ્રકાર વાળી છે. માટે જ્ઞાન, કર્યું અને એ ત્રણ ચેતનારૂપ આત્માને જાણી લેજો,
ફળ
અન્ય દનવાળા કેટલાકે આત્માને અપરિણામી માને છે, જ્યારે જૈન દન પરિણામી માને છે. છતાં તેમાં એટલી વાત છે કે આત્મા પરિણામી હાવા છતાં અને પિરણામી હાવાથી પ્રતિ સમયે આત્મામાં પિરણમન થતું હાવા છતાં તે આત્મા પેાતાના ચૈતન્ય પરિણામને કયારે પણ છેાડતા નથી. પરિણામ, પરિણામી અને પરિણમન એ ત્રણેય વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. બાકી નિશ્ચયનયની અપેક્ષાએ ત્રણેય અભિન્ન છે. માટે કથ'ચિત્ ભિન્નાભિન્ન એ જ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ છે. આ ચર્ચા જો વિસ્તારથી લખવા જઈએ તા મહે લાંખી થઇ જાય. આપણે અહી એટલું જ સમજવું જરૂરનું છે કે પૂ. આનદઘનજી મહારાજશ્રીને સિદ્ધાંત સ’બધી જ્ઞાન અત્યંત તીવ્ર હતુ અને તેઓશ્રીએ શ્વેતામ્બર શાસ્ત્રોની જેમ દિગમ્બરનાં શાસ્ત્રો પણ અવગાડેલાં હતાં.
દર્શનથી ન થાય તે અંતરમાં આનંદ ન માય.
હવે છેલ્લી ત્રણ ગાથાઓમાં શ્રી આનંદઘનજી પરમાત્મા તરફના પેાતાના નિર્મળ ભક્તિભાવ દર્શાવે છેઃ
“ પ્રભુ મુખથી એમ સાંભળી,
કહે આતમરામ રે;