________________
૧૮૮
મને વિજ્ઞાન તારે દરિસણે નિસ્તર્યો,
મુજ સીધાં સવિ કામ રે....શાંતિ. ૧૨ સાક્ષાત્ જાણે પ્રભુના મુખથી આ મુજબ શાન્તિનું અનુ. પમ સ્વરૂપ સાંભળીને અંતરથી અત્યંત આહલ્લાદ લાવીને પિતાને આતમરામ કહે છે કે હે નાથ! આજે હું આપ ત્રિલોકનાં નાથનાં દર્શનથી નિઃસ્તારને પામી ગયે છું. હે નાથ ! આપના દર્શનથી તે જાણે હું સંસાર સાગરને તરી ગયે છું. મારા સર્વ મનવાંછિત આજે સિદ્ધ થઈ ગયાં છે અથવા મારી સર્વ કામનાઓ આજે સિદ્ધ થઈ ગઈ છે. મારે સંસારથી નિઃસ્તાર પામવા સિવાયની બીજી કઈ કામના મનમાં નથી અને આપના દર્શનથી મારી તે મને કામના સફળ થઈ છે. નાથ ! આપના દર્શનથી મને આજે આત્મદર્શન થયું છે. તેથી મારા અંતરને આનંદ કયાંય સમાતું નથી. અને વાત પણ તદ્દન સાચી છે. દર્શનથી જે દર્શન થઈ • જાય છે તે આનંદ ચૌદરાજ લેકમાંયે ન સમાય આજે આપણે સૌ પરમાત્માના દર્શન કરીએ છીએ પણ અંતરમાં જે આનંદ ઉભરાતું નથી તેનું કારણ એજ છે કે દર્શનથી વાસ્તવિક દર્શન થયું નથી.
પરમાત્માના વીતરાગ સ્વરૂપને વિચાર કરવાથી જ દર્શનથી દર્શન થાય છે. શ્રીમાન આનંદઘનજીને દર્શનથી આત્મદર્શન થતાં આત્મામાં અપૂર્વ ઉલ્લાસ આવી ગયું છે અને અત્યંત ભાવવાહી શૈલીમાં કહે છે કે હે નાથ ! આપના દર્શનથી હું નિઃસ્તારને પામી ગયેલ છું. હવે મારે કાંઈ જ મેળવવાનું બાકી રહ્યું નથી.